ધિરાણદર ઓછો થવા છતાં ગોલ્ડ લોનની માગ સુસ્ત

ધિરાણદર ઓછો થવા છતાં ગોલ્ડ લોનની માગ સુસ્ત

ચેન્નઈ, તા. 13 ફેબ્રુ.
ડિમોનેટાઈઝેશન બાદ ધિરાણના વ્યાજદરમાં ઘટાડો થયો હોવા છતાં માગણીના અભાવે ગોલ્ડ લોન કંપનીઓ તકનો ફાયદો ઉપાડી શકી નથી. 
મન્નપુરમ ફાઈનાન્સનો ધિરાણ દર ડિસેમ્બર ત્રિમાસિકમાં 8.56 ટકા થયો છે, જે આઠ વર્ષ કરતા પણ વધુની નીચલી સપાટી છે. નાણાકીય વર્ષ-10માં ધિરાણ 9.79 ટકા, નાણાકીય વર્ષ-1માં ઘટીને 9.16 ટકા અને નાણાકીય વર્ષ-12માં વધીને 13.73 ટકા થયો હતો. એ પછીથી બૅન્કોના વ્યાજ દરની સાથે ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે.
નાણાકીય વર્ષ-16માં 11 ટકા હતો અને હવે 8.56 ટકાનો થયો છે. 
સરેરાશ લોન અસ્ક્યામતમાં મુથુટનો વ્યાજ ખર્ચ વર્ષ 2009 બાદની સૌથી નીચલી સપાટીએ છે. નાણાકીય વર્ષ-09માં 11.07 ટકા હતો, જે નાણાકીય વર્ષ-10માં ઘટીને 8.77 ટકાનો થયો હતો. એ પછી નાણાકીય વર્ષ-12માં વધીને 11.69 ટકાનો થયો હતો. હવે ઘટીને 8.69 ટકાનો થયો છે. 
જોકે, ઓછા ખર્ચની અસર કંપનીઓના ધિરાણ ઉપર પડી નથી. મુથૂટનું ધિરાણ વાર્ષિક ધોરણે એક ટકા અને ત્રિમાસિક ધોરણે છ ટકા વધ્યું હતું. કુલ ઋણ વાર્ષિક ધોરણે 5.7 ટકા ઘટયું છે. જોકે, ત્રિમાસિક ધોરણે સાત ટકા વધ્યું છે. 
મુથુટે સપ્ટેમ્બર ત્રિમાસિકથી ડિસેમ્બર ત્રિમાસિકમાં અનલિસ્ટેડ નોન-કન્વર્ટિબલ બોન્ડ્સનું ધિરાણ 30 ટકા જેટલું ઘટાડયું છે. જ્યારે લિસ્ટેડ એનસીડીનું ધિરાણ પણ 10 ટકા ઘટાડયું હતું. 
બૅન્કનું ધિરાણ 16 ટકા વધ્યું હોવા છતાં કમર્શિયલ પેપરનું ઋણ 56 ટકા અને ગૌણ ડેટની ટકાવારી 15 જેટલી નીચી રહી હતી. પરંતુ બૅન્ક ફાઈનાન્સમાં મન્નપુરમનો લાઈબિલિટીનો ફાળો ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટીને 50.2 ટકાનો થયો હતો, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 57.1 ટકાનો હતો. એનસીડીમાં 22.2 ટકાથી આંશિક ઘટાડો થઈ 21 ટકાનો થયો હતો. કમર્શિયલ પેપરનો ફાળો નાણાકીય વર્ષ-16-17ના ડિસેમ્બરમાં  19.5 ટકા હતો, જે નાણાકીય વર્ષ-17-18માં 28.6 ટકા હતો. 
માગની વૃદ્ધિ સંપૂર્ણ રિકવર થઈ નથી, કેમ કે સોનાના ભાવ વધ્યા હોવા છતાં મન્નાપુરમ ફાઈનાન્સની ગોલ્ડ લોન એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) વાર્ષિક ધોરણે 0.7 ટકા વધ્યું છે. એ જ રીતે મુથુટની અસ્ક્યામત ચાર ટકા વધી છે જ્યારે એસેટનું વોલ્યુમ સ્થિર રહ્યું છે. જોકે, ઓછા ખર્ચને લીધે મુથુટના ડિસેમ્બર ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 59 ટકા વધ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer