પીપીએફની રકમ સુરક્ષિત રહેશે : સરકારની સ્પષ્ટતા

પીપીએફની રકમ સુરક્ષિત રહેશે : સરકારની સ્પષ્ટતા

નવી દિલ્હી, તા. 13 ફેબ્રુ.
પીપીએફ હેઠળના લાભ ગુમાવવા પડશે એવી બજેટમાં કરવામાં આવેલી કથિત જોગવાઈ બાદ નાગરિકો-કર્મચારીઓમાં ફેલાયેલા ભયને દૂર કરવાનો પ્રયાસ નાણાં મંત્રાલયે શરૂ કર્યો છે. નાણાસચિવ એસ. સી. ગર્ગે જણાવ્યું છે કે વર્તમાન અને નવા પીપીએફ ધારકોની થાપણોની જપ્તી સામે સુરક્ષા યથાવત્ રહેશે.
રકમની જપ્તી સામે પીપીએફની રકમને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે અને તે આગળ પણ ચાલુ રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.
સૂચિત `ગવર્મેન્ટ સેવિંગ્સ પ્રમોશન એક્ટ' હેઠળ પીપીએફ એક્ટને વધુ મજબૂત બનાવવા માટે તમામ વર્તમાન સુરક્ષા જાળવી રાખવામાં આવી હોવાનું ગર્ગે એક ટ્વીટ દ્વારા જણાવ્યું છે.
નાણા ખરડા 2018-19માં પીપીએફ એકટ 1968ને રદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેના પરિણામે પીપીએફ સહિત તમામ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ હવે પછી ગવર્ન્મેન્ટ સેવિંગ્સ બૅન્કસ એક્ટ 1873માં સામેલ થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer