હીરો એ સ્ત્રીનો પ્રથમ પ્રેમ તો છે, પણ ભારતનાં આભૂષણોમાં હીરાનું કદ નાનું થતું જાય છે

હીરો એ સ્ત્રીનો પ્રથમ પ્રેમ તો છે, પણ ભારતનાં આભૂષણોમાં હીરાનું કદ નાનું થતું જાય છે
 
મુંબઈ, તા. 13 ફેબ્રુ.
આભૂષણોમાં નાના હીરાનું ચલણ વધ્યું છે. અગાઉ ગ્રાહકો વીંટી કે નેકલેસ જેવી જ્વેલરીમાં એક મોટો, ચમકતો હીરો હોય તેવો આગ્રહ રાખતા હતા, તેના બદલે હવે તેઓ કેટલાક નાના-નાના ડાયમંડની જ્વેલરી વધુ પસંદ કરી રહ્યા છે. આવી જ્વેલરી, મોટા ભાગે ઓછી ક્વોલિટીના હોય છે. નાનું કદ ધરાવતા ડાયમંડની જ્વેલરીનું વેચાણ રિટેલર્સ માટે વધુ ફાયદાકારક છે, કેમકે તેમાં નાણાંની બચત થાય છે. પરંતુ ભારતીય ગ્રાહકોનું બદલાયેલું વલણ કંપનીઓ અને મોટી જ્વેલરી કંપનીઓ માટે સમસ્યા બન્યું છે.
ડી બિયર્સના જણાવ્યા મુજબ વર્ષ 2014થી અત્યાર સુધીમાં ડાયમંડ જ્વેલરી ઉપર પ્રતિ વર્ષ 80 અબજ ડૉલર ખર્ચાય છે. ઉદ્યોગ સલાહકાર કંપની જેમડેક્સના પાર્ટનર અનિશ અગ્રવાલે જણાવ્યું હતું કે નાના હીરાનું વલણ ચાલુ રહેશે તેવી ધારણા છે. એવું પણ બને કે ડાયમંડ જ્વેલરીની માંગ વધે, તો પણ ડાયમંડ ઉપર ખર્ચ ઘટે. કેમકે, જ્વેલર્સ વ્યવસ્થા ખર્ચ અને અન્ય ખર્ચા ઘટાડી રહ્યા છે.  ઉપરાંત એશિયાના ગ્રાહકો વધુને વધુ પ્રમાણમાં ઓછી ગુણવત્તા ધરાવતા ડાયમંડ પસંદ કરી રહ્યા છે. 
ડાયમંડ ઉદ્યોગમાં વૃદ્ધિને ફટકો પડતાં જેમ પ્રોડયુસર્સને પગલાં લેવાની ફરજ પડી છે. હીરાની ખાણના કામકાજ ધરાવતી ટોચની કંપની ડી બિયર્સે વર્ષ 2017માં તેનું માર્કેટિંગ બજેટ વધારીને 14 કરોડ ડૉલર કર્યું હતું, જે વીતેલા એક દાયકામાં સૌથી વધુ છે. ડી બિયર્સ ચાલુ દાયકાની શરૂઆતનાં વર્ષોમાં ઈજારાશાહી ધરાવતી હતી, પરંતુ પછીનાં વર્ષોમાં તેની ઈજારાશાહી તૂટતાં તેણે ખર્ચમાં કાપ મૂક્યા હતા. હવે માર્કેટિંગ વધારવાની આ ઝુંબેશથી કંપનીના ખર્ચમાં કાપ ઘટયો છે. ડી બિયર્સની ઈજારાશાહી તૂટવાને પગલે ઉદ્યોગ વિભાજિત થઈ ગયો અને અન્ય હરીફ કંપનીઓને મદદરૂપ બને તેવા પ્રમોશન માટે કોઈ કંપની ખર્ચ કરવા તૈયાર ન હતું. વર્ષ 2015માં ડાયમંડ પ્રોડયુસર્સ ઍસોસિયેશન પણ શરૂ કરાયું. 
ગયા વર્ષે પોતાના બજેટમાં 10 ગણો વધારો કરનાર ગ્રુપના `એ ડાયમંડ ઈઝ ફોરએવર' જેવા સ્લોગનની લોકપ્રિયતાને પગલે 50 વર્ષ અગાઉના સોનેરી દિવસો પાછા ફર્યા હતા. બ્રેઇન એન્ડ કંપની નામની કન્સલ્ટન્ટ કંપનીએ ડિસેમ્બરમાં ચેતવણી આપી હતી કે જો ઉદ્યોગ ગ્રાહકોને આકર્ષવાના ખર્ચ વધારશે નહીં તો આગામી એક દાયકા સુધી માગમાં કોઈ વૃદ્ધિ જોવા નહીં મળે. અગ્રવાલે જણાવ્યું હતું કે અન્ય લક્ઝરી પ્રોડક્ટ્સની સરખામણીએ ડાયમંડ ક્ષેત્રે માર્કેટિંગ માટેનો ખર્ચ નોંધપાત્ર પ્રમાણમાં ઓછો છે. ડાયમંડ જ્વેલરીની માગ વધારવા માટે ખર્ચ વધારવાની જરૂર છે અને ગ્રાહકોને એ ખાતરી અપાવવી આવશ્યક છે કે ડાયમંડ જ્વેલરીમાં ડાયમંડ્સનું  મહત્ત્વ જ વધુ છે. ઉપરાંત, ભાવ વધારવા પણ જરૂરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer