આયાતી કોલસો મોંઘો થવાથી વીજળી કંપનીઓને ફટકો

આયાતી કોલસો મોંઘો થવાથી વીજળી કંપનીઓને ફટકો
 
કોલકાતા, તા. 13 ફેબ્રુ.
આયાતી કોલસાના ભાવ ફરી વધવા માંડયા છે, અને તાજેતરમાં ઘટવાની શક્યતા દેખાતી નથી. ઇન્ડોનેશિયાએ તેના થર્મલ કોલસાનો ભાવ ફેબ્રુઆરી માટે ટન દીઠ 100.69 ડૉલર ઠરાવ્યો છે, જે વાર્ષિક ધોરણે 20.8 ટકાનો અને માસિક ધોરણે 5.4 ટકાનો વધારો દર્શાવે છે. ભારતમાં વધુ વપરાતા 4200 કેકેલ અને 3800 કેકેલ વેરાયટી આયાતી કોલસાનો ભાવ ટનદીઠ 41 ડૉલરથી વધીને 50.30 ડૉલર થયો હોવાથી દેશના વીજળી મથકોનું માર્જિન ઘટશે.
એશિયા થર્મલ કોલના મૅનેજિંગ ડિરેક્ટર દીપક કણ્ણને જણાવ્યું છે કે, ` ચીનમાં તેમના નવા વર્ષ લુનાનની ઉજવણી થતી હોવા છતાં કોલસાની માગ અને આયાત સતત વધી છે. જેથી માર્ચ '18 સુધી કોલસાનો ભાવ ઘટવાની શક્યતા ઓછી છે.' રેટિંગ ફર્મ ઇકરાના વડા ગિરીશકુમારે જણાવ્યું છે કે સ્થાનિક વીજળી પ્લાન્ટોનો ઉત્પાદન ખર્ચ આયાતી કોલસાના ઊંચા ભાવને લીધે સતત વધી રહ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer