ગુજરાતમાં ઇ-વે બિલનો 21મી ફેબ્રુઆરીથી અમલ

ગુજરાતમાં ઇ-વે બિલનો 21મી ફેબ્રુઆરીથી અમલ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.13. ફેબ્રુ.
માલની હેરફેર માટે કેન્દ્ર સરકારે ઇ-વે બિલને ફરજીયાત કર્યુ છે. રાષ્ટ્રીય સ્તરે આ કાયદાનો અમલ પહેલી ફેબ્રુઆરીથી થવાનો હતો. જોકે સોફ્ટવેરમાં ખામીને લીધે તે ન થઇ શકતા હવે જુદા જુદા રાજ્યો પોતાની રીતે અમલ કરવા લાગ્યા છે. એ પ્રમાણે ગુજરાતમાં 21મી ફેબ્રુઆરીના દિવસથી અમલ કરવામાં આવનાર છે.
ઇ વે બિલ કાયદાની  જોગવાઇ મુજબ કરમુક્ત ચીજવસ્તુઓ સિવાયની તમામ સામગ્રી કેજે રૂા.50 હજારથી વધુ કિંમતની હોય તેના માટે ઇ-વે બિલ મેળવવાનું રહે છે. 1લી ફેબ્રુઆરીથી ઇ-વે બિલનો અમલ દેશની સાથે ગુજરાતમાં પણ કરવાનો હતો પણ ટેકનીકલ ખામીના કારણે સરકારનું આ પોર્ટલ બરાબર નહી ચાલતા સ્ટે ટેક્સ કમિશ્નર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને ઇ-વે બિલનો અમલ 20 મી ફેબ્રુઆરી સુધી મુલત્વી રાખ્યો હતો. હવે 21 મી ફેબ્રુઆરીથી ઇ-વે બિલનો અમલ ફરજીયાત કરવાનો રહેશે.જો કે શહેર કે ગામની અંદરના વિસ્તારો માટે કોઇ પણ માલની હેરફેર માટે ઇ-વે બિલની જરૂરિયાત રહેશે નહીં. ઇ-વે બિલ પ્રથા શરૂ  થવાથી પારદર્શિતા અને ટેકસની ચોરી થતી અટકશે.
ગુજરાત સરકાર નવા ફોર્મેટ સાથે ઇ વે બિલનો અમલ કરવાની છે. આંધ્ર પ્રદેશમાં આઠમી ફેબ્રુઆરીથી અમલ શરૂ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશે જૂના કાયદા પ્રમાણે 10મીથી અમલ કરી દીધો છે. એ પહેલા આસામ, બિહાર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં ઇ વે બિલનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer