એનએફડીસીના એમડીની હકાલપટ્ટી શા માટે?

નવી દિલ્હી, તા. 9 માર્ચ  સરકારે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએફડીસી)ના મેનેજિંગ ડિરેક્ટર નીના લાથ ગુપ્તાની હકાલપટ્ટી કરી છે. તેમની નિમણૂક વર્ષ 2006માં યુપીએ સરકારે કરી હતી. લાથ સન ટીવી નેટવર્કની તરફેણ કરતાં હોવાનો આરોપ છે.   એનએફડીસી મુખ્યત્વે ફિલ્મ ફેસ્ટિવલ્સમાં સહભાગી થવા માટે કેન્દ્ર સરકારનું ભંડોળ અને ગ્રાન્ટ મેળવે છે. તે સરકારી વિભાગ માટે પબ્લિસિટી ફિલ્મ બનાવે છે. દેશમાં સારા સિનેમાને પ્રોત્સાહન આપવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ વર્ષ 1975માં તેની સ્થાપના થઈ હતી. તે ફિલ્મ ફાઈનાન્સિંગ, પ્રોડક્શન અને વિતરણ પણ કરે છે. એનએફડીસીએ `જાને ભી દો યારો', `ધારાવી' અને `મેકિંગ ઓફ મહાત્મા' જેવી ફિલ્મોને પ્રોડયુસ કરી છે. સેન્ટ્રલ ઓફિશિયલના ટોચના અધિકારીને એનએફડીસીએ ડિરેક્ટરેટ ઓફ ઓડિયો વિઝ્યુઅલ પબ્લિસિટી (ડીએવીપી) અને ઈલેક્ટ્રોનિક મીડિયા એડવર્ટાઈઝિંગ (ઈએમએ) ના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાયું છે.  ઓડિટમાં એવું બહાર આવ્યું કે એનએફડીસી યોગ્ય રેકર્ડ જાળવતું નથી અને વધારે પેમેન્ટ કરાયું છે. ઓડિટમાં એવું પણ જાણવા મળ્યું કે ટેન્ડર ઈશ્યુ કરવા પૂર્વે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ભલામણો અનુસરવામાં નથી આવતી.   સન ટીવીને ટીવી સ્પોર્ટસ રિલીઝ કરવા માટે લાખો રૂપિયાનું `વધુ પેમેન્ટ' કરાયું હતું. અધિકારીએ કહ્યું કે, ``ટીવી ચેનલ્સના મીડિયા પ્લાનિંગ અને મોનિટરિંગ માટે ડીએવીપી લાંબી પ્રક્રિયા અને પોલિસીને અનુસરે છે.''   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer