આરકોમ-એરિકસનને વાટાઘાટ કરવા માટે એનસીએલટીએ સમય આપ્યો

મુંબઈ, તા.9 માર્ચ  નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ) અને એરિકસનને પતાવટની વાટાઘાટ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. જોકે એનસીએલટીએ એરિકસનની આરકોમ વિરુદ્ધની નાદારીની અરજીને સ્વીકારી નથી અને સુનાવણી 21 માર્ચના રોજ થશે, એમ કોર્ટમાં ઉપસ્થિત વકીલે જણાવ્યું હતું.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer