ગ્રામીણ મહિલાઓને પેઈન્ટ કોન્ટ્રેક્ટર બનવા માટે પ્રેરણા

ગ્રામીણ મહિલાઓને પેઈન્ટ કોન્ટ્રેક્ટર બનવા માટે પ્રેરણા
વિશ્વ બૅન્કની ગણતરી પ્રમાણે દેશની 30 ટકા મહિલાઓ કામ માટે બહાર જાય છે. આમાંના એક ટકા જેટલી મહિલાઓ રંગ અને ચૂના કામ કરે છે. મહિલાઓને સશક્ત બનાવવી હોય તો તેમને એવાં ક્ષેત્રની પસંદગી કરવાનો મોકો મળવો જોઈએ જેમાં પુરુષોનું વર્ચસ્વ છે. આ અવરોધને પાર કરવા બિરલા વ્હાઈટ સિમેન્ટે મહિલાઓને પેઈન્ટ અને પ્લાસ્ટરિંગ કામને કારકિર્દી બનાવવામાં પ્રોત્સાહિત કરવા કમર કસી છે.  કંપની 160થી વધુ મહિલાઓને આ માટે પ્રોત્સાહિત કરી રહી છે. અને આ વર્ષના અંત સુધીમાં આ સંખ્યા અમલી થશે. આ ક્ષેત્રે મહિલાઓને રોજગાર મેળવી આપીને તેમની આર્થિક પ્રગતિ થઈ હોવાનું કંપનીએ નોંધ્યું છે.   વિશાખાપટ્ટનમના ટ્યૂનીની 48 વર્ષની મહિલા પાપા લક્ષ્મીએ કહ્યું કે,`` મહિલાઓએ કામ કરીને એ સાબિત કર્યું છે કે તેઓ તમામ ક્ષેત્રે કામ કરી શકે છે. આવાં ક્ષેત્રોમાં કામ લેવા માટે દેશમાં સામાજિક સ્વીકૃતિની આવશ્યકતા છે. '' પાંચ વર્ષથી   બિરલા વ્હાઈટ સાથે જોડાયેલી લક્ષ્મીએ પરંપરાગત જાતિભેદને તોડયો છે.   બિરલા વ્હાઈટના માર્કેટિંગ વડા અને જોઈન્ટ એક્ઝિક્યુટિવ પ્રેસિડન્ટ અનુરાગ અંગરિશે કહ્યું કે, મહિલાઓમાં ઘરના પેઈન્ટિંગ કામને વ્યવસાય તરીકે અપનાવવા માટે અમે વિવિધ પગલાં લઈ રહ્યાં છીએ. કંપનીના વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ મારફતે મહિલા પેઈન્ટિંગ કોન્ટ્રાક્ટર્સ અને પેઈન્ટિંગ પ્રોડક્ટ્સ વિશે માહિતગાર કરીએ છીએ. આ નવી કુશળતાને કારણે તેમને અગાઉના વ્યવસાય કરતાં દોઢ ગણી વધુ રોજગારી મળે છે.  લક્ષ્મીએ કહ્યું કે ગામડાંની 30-40 ટકા મહિલાઓ ગરીબીમાં જીવે છે. મહિલા સશક્તીકરણને પગલે ઘણી સમસ્યાનો ઉકેલ લાવી શકાય. જે સમાજ મહિલાઓને સશક્ત બનાવે છે તેનો વિકાસ બહેતર થયો છે. કંપની વોલકેર પુટ્ટી, ટેક્સચર અને એપ્લિકેશનની તાલીમ આપે છે.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer