શૈક્ષણિક લોન : મહિલાઓ માટે વિશિષ્ટ અૉફર

શૈક્ષણિક લોન : મહિલાઓ માટે વિશિષ્ટ અૉફર
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને કોર્પોરેટ્સ પણ કેટલાંક ડિસ્કાઉન્ટ અને ઓફર્સ રજૂ કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ કહ્યું કે દેશની નારી સશક્ત, શિક્ષીત અને સુરક્ષિત બનશે ત્યારે જ નૂતન ભારતનું નિર્માણ થશે. આ વાતને ધ્યાનમાં રાખવા શૈક્ષણિક ધિરાણ આપતી ફાઇનાન્સ કંપની અવાન્સે ફાઇનાન્સિયલ સર્વિસિસ (અવાન્સે)એ ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતી વિદ્યાર્થિનીઓ માટે એક ખાસ શૈક્ષણિક લોનની જાહેરાત કરી છે. તે અત્યારે દસ વર્ષની ટર્મને બદલે 12 વર્ષની લોન આપશે. આ ઉપરાંત પ્રોસાસિંગ ફીમાં 25 ટકાનું વળતર અને વ્યાજદરમાં 1 ટકાની   છૂટ પણ ઓફર કરી છે. આ ઓફર 31મી માર્ચ 2018 સુધી ઉપલબ્ધ છે.  સીઈઓ, અમિત ગૈંડાએ કહ્યું હતું, ``મહિલા દિનની ઉજવણી નિમિત્તે ઉચ્ચ શિક્ષણ લેવા માગતી વિદ્યાર્થિનીઓ માટેની આ ઓફર છે. અવાન્સોનું ધ્યેય છે કે વિદ્યાર્થિનીઓ માટે શિક્ષણ પોસાય તેવું બને.  અવાન્સે વિદ્યાર્થિનીઓ માટે ઉચ્ચ શિક્ષણને શક્ય બનાવવા હંમેશાં પ્રતિબદ્ધ રહેશે. ગૈંડાએ કહ્યું કે અમારું માનવું છે કે શિક્ષિત નારીઓનો તેમના પરિવાર, સમાજ, અર્થતંત્ર અને રાષ્ટ્રને સશક્ત બનાવવામાં મહત્ત્વનો ફાળો હોય છે. સરકાર અને સમાજ તરફથી મળતા સક્રિય સહકારને કારણે છેલ્લાં કેટલાંક વર્ષથી ઉચ્ચ શિક્ષણ લેનારી કન્યાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. અવાન્સ ઇચ્છે છે કે દેશની પુત્રીઓ અને મહિલાઓ તેમના મનપસંદ વિષયોનું દેશમાં કે વિદેશમાં ભણતર મેળવીને જ સશક્ત બને.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer