ટી ટી લિ.ને `મોસ્ટ ડિઝાયરેબલ એવૉર્ડ 30 પાવર બ્રાન્ડ''નો એવૉર્ડ

મુંબઈ, તા. 9 માર્ચ  `મોસ્ટ  ડિઝાયરેબલ 30 પાવર બ્રાન્ડ'નો ઍવોર્ડ બ્રાન્ડ ટી ટીને તાજેતરમાં એક સમારંભમાં એનાયત કરવામાં આવ્યો છે. ટી ટી લિમિટેડના એમડી  સંજય કે. જૈનએ આ પ્રતિષ્ઠિત ઍવોર્ડ બોલિવૂડ સ્ટાર વિદ્યા બાલન અને મૌસમી ચેટરજીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.   ઇન્ડિયન કાઉન્સિલ અૉફ માર્કેટ રિસર્ચ (આઇસી એમઆર) દ્વારા વાર્ષિક ધોરણે પાવર બ્રાન્ડ્સ માટે રિસર્ચ હાથ ધરવામાં આવે છે અને આ પ્રતિષ્ઠિત બ્રાન્ડની યાદીમાં સ્થાન મેળવવા માટે અનેક મોટી કંપનીઓ ઉત્સુક રહે છે.  આ અગાઉ જૉકી, મોન્ટે કાર્લો, મદુરા ગાર્મેન્ટ્સ,લૂઇસ ફિલિપ્સ, રૅમન્ડ્સ, માન્યવર, ફેબ ઇન્ડિયા,પાર્ક એવેન્યુ, વૅન હુસેન અને એવી અનેક બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.   આ અગાઉ બ્રાન્ડ ટી ટીને વર્ષ 2012માં  અને 2015માં પણ અનુક્રમે માસ્ટર બ્રાન્ડ અને પ્રોમિસિંગ બ્રાન્ડના ઍવોર્ડ મળી ચુક્યા હોવાનું કંપનીની અખબારી યાદીમાં જણાવવામાં  આવ્યું છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer