યુએસ ટેરિફમાંથી કૅનેડા-મેક્સિકોને રાહત અપાશે

ચીન દ્વારા  વળતા `જવાબ'ની તૈયારી  મુંબઈ, તા. 9 માર્ચ  અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ અનુક્રમે 25 અને 10 ટકા જેવી ભારે આયાત ડયુટીમાં વધારામાંથી હાલપૂરતા કેનેડા અને મેક્સિકોને બાકાત રાખવાનો નિર્ણય લીધો છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારાહ હકબીએ જણાવ્યું છે કે `ઉપરોક્ત દેશોને અમેરિકાની સુરક્ષાને ધ્યાને રાખીને ડયુટી વધારામાંથી બાકાત રખાયા છે.' જોકે, અૉસ્ટ્રેલિયાએ પણ આયાત ડયુટીમાં રાહત આપવાની કરેલી રજૂઆત હજી ટ્રમ્પે માન્ય કરી નથી.  દરમિયાન ચીને જણાવ્યું હતું કે `આ પ્રકારની ટ્રેડ વોર વૈશ્વિકીકરણના સમયગાળામાં કોઈ રીતે મદદરૂપ થતી નથી. અમે આ સ્થિતિનો સંપૂર્ણ પ્રમાણસર `પ્રત્યુત્તર' આપવા તૈયાર છીએ.'  અૉસ્ટ્રેલિયાના વાણિજ્ય પ્રધાન સ્ટીવન સીઓબોએ જણાવ્યું છે કે અમે અમારા નિકાસકારો માટે તમામ પ્રયત્ન કરી છૂટીશું' વ્હાઈટ હાઉસના વીણિજ્ય સલાહકાર પીટર નેવારોએ જણાવ્યું છે કે `અમે નાહટા કરાર અમેરિકાની તરફેણમાં રાખવા કૃતનિશ્ચયી છે.'   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer