એમએમટીસી 12 ટન સોનાનું લિલામ કરશે

ભુવનેશ્વર, તા. 9 માર્ચ  દેશની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ કંપની એમએમટીસી આગામી 10 દિવસોમાં ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ (જીએમએસ) હેઠળ પ્રથમ લિલામ આયોજશે. જેમાં સરકારે સ્કીમ હેઠળ જે 21 ટન સોનું એકત્ર કર્યું છે. તેમાંથી આગામી ત્રણથી છ માસમાં 12 ટનનું અૉકશન થકી વેચાણ કરવાની યોજના બનાવી છે.  આ લિલામ માટેનું નોટિફિકેશન એક-બે દિવસમાં બહાર પડાશે અને લિલામ આગામી સાતથી દશ દિવસમાં આયોજાશે.  જીએમએસ હેઠળ હાઉસ હૉલ્ડિંગ, મંદિરો અને ટ્રસ્ટો પાસેથી સોનાની ડિપોઝીટસ સ્વીકારે છે. જે ટૂંકા ગાળા માટે એટલે 1-3 વર્ષની મધ્યમ ગાળા એટલે 5-7 વર્ષ અને લાંબા ગાળા માટે એટલે 12-15 વર્ષની મુદત માટેની હોય છે.  ભારતમાં 20,000 ટન સોનું જમા હોવાનો નાણાપ્રધાન અરુણ જેટલીએ અંદાજ મૂક્યો છે. સરકારની ગોલ્ડ કોઈન સ્કીમને સારો આવકાર મળેલો છે. જેમાં એમએમટીસીએ 80,000 સોનાના સિક્કાનું વેચાણ કર્યાનું મનાય છે. અગાઉ યોજના 2018-'19ના અંત સુધીમાં 1,50,000 સોના સિક્કાના વેચાણની છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer