ઊંચા મથાળેથી ખાદ્યતેલોમાં ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી   રાજકોટ, તા 9 માર્ચ  એક તરફ આયાતી તેલો મોંઘા થતાં અને બીજી બાજુ મલયેશિયામાં પામતેલ વાયદામાં સતત વધારો થવાને કારણે સ્થાનિક બજારોમાં ખાદ્યતેલો નવી ઊંચાઈએ પહોંચ્યા બાદ ઘરાકીનો અભાવ છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં ખેડૂતો પાસે હજુ મગફળીનો  જથ્થો પડ્યો છે અને સરકારે ખરીદેલી મગફળી પણ બજારમાં આવશે. આથી સીંગતેલના પિલાણ માટે પૂરતી મગફળી ઉપલબ્ધ રહેશે અને તેલના ભાવ વધારા માટે કોઇ કારણ નહીં રહે, એમ જણાતાંખાદ્યતેલોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેલની બારમાસી ખરીદી હજુ નીક્ળી નથી  અને સરકાર  પોતાના હસ્તકની મગફળીનું પિલાણ કરે તેવી પણ દરખાસ્ત  છે.   આ પરિસ્થિતિમાં પણ સીંગતેલમાં  રૂા.10ના ઘટાડા સાથે નરમાઈ વચ્ચે 10  ટેન્કરનાં કામકાજ હતાં.  હાલ દરરોજ અંદાજે 35 થી 40 હજાર ગુણી મગફળીની આવક છે અને ભાવમાં મણે રૂા. 5 થી 10નો ઘટાડો હતો.સીંગદાણામાં  સ્થિરતા હતી. સીંગતેલ લૂઝ રૂા.825  હતા. કપાસિયા વોશ રૂા. 10ના ભાવ ઘટાડા સાથે 20 થી 30 ટેન્કરનાં કામકાજ હતાં. બીજી તરફ કપાસ અને રૂમાં બજાર ટૂંકી રેન્જમાં અથડાતી હતી. સારી ગુણવત્તાના માલની અછત છે.સ્થાનિક યાર્ડોમાં કપાસના ભાવ રૂા. 1030 હતા.   જ્યારે કપાસની આવકો 1.60 લાખ ગૂણી હતી.   સંકર ગાંસડીના ભાવ રૂા.200 વધીને રૂા.40,500થી 41,700 રહ્યા હતા.ગુજરાતમાં 30,000 ગાંસડી અને દેશમાં  સવા લાખ ગાંસડીની આવક હતી.  મગફ્ળી પિલાણબરના ભાવો ખાંડીના  રૂા.14,500 રહ્યા હતા જ્યારે સીંગાદાણા ટને રૂા. 58,000 રહ્યા હતા.  સીંગતેલ લૂઝ   રૂા.825 હાજર  હતા અને કપાસિયા વોશ  રૂા.705થી 708 હતું,પામતેલ લૂઝ રૂા.705  અને સોયા લૂઝ રૂા.755 હતું.   દરમિયાન આજે ઉઘડતી બજારે નીચે મુજબ ભાવ હતા :  સીંગતેલ લૂઝ 10 કિલો રૂા.825, લાઇન તેલિયા રૂા.1277, લેબલ ટીન 15 કિલો રૂા. 1470, નવા ટીન રૂા.1510, કપાસિયા તેલ લૂઝ રૂા.705, 15 કિલો રૂા.1220 વનસ્પતિ રૂા.970, કોપરેલ રૂા.3300-3400, દિવેલ રૂા.1450.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer