મગ - દાળ : નીચા મથાળે સ્થિરતા

મગ - દાળ : નીચા મથાળે સ્થિરતા
મગ અને મગદાળમાં આ સપ્તાહમાં ઘટયા મથાળે ટકેલું વલણ રહ્યું હતું. લેવાલી સાધારણ રહી હતી. આ વર્ષે મગના સારા ઉત્પાદનને કારણે ભાવ વાજબી સપાટીએ રહ્યા છે.
મોગલાઈ મગના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. 4500થી 4700, ચમકીના રૂા. 5800થી 6000 અને ચિનાઈના રૂા. 6600થી 6800ના મથાળે રહ્યા હતા. પૉલિશ્ડ મગના ભાવ નીચામાં રૂા. 5900થી 6100, મીડિયમના રૂા. 6500થી 6800, બેસ્ટના રૂા. 7000થી 8000 અને બ્રાન્ડેડ મગમાં સુપર રાડોના રૂા. 8200 તેમ જ બોલ્ડ ગગરોના રૂા. 8600ના મથાળે રહ્યા હતા.
મગદાળ રાજસ્થાનના રૂા. 6100થી 6300, જલગામના રૂા. 6300થી 6500, મીડિયમ બોલ્ડના રૂા. 6900થી 7100 અને બોલ્ડના 8000થી 8200ના મથાળે રહ્યા હતા.
બ્રાન્ડેડ મગદાળમાં વીણેલાં મોતીના રૂા. 7100, થ્રીપીના રૂા. 7400, ફોરપીના રૂા. 7700 અને ગગરોના રૂા. 8200ના મથાળે રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer