ચીનથી આયાત થતી દવા પર એન્ટિડમ્પિંગ ડયૂટી

નવી દિલ્હી, તા. 20 માર્ચ
ચીનની એક દવાની આયાત પર ભારતે એન્ટિડમ્પિંગ ડયૂટી લાદી છે. સંબંધિત દવાનો વપરાશ કેટલાંક પ્રકારના ચેપના ઉપચાર માટે થાય છે. સ્થાનિક ઉત્પાદકોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા માટે ડયૂટી અમલી બનાવાઈ છે. ચીનથી આયાત થતી અૉફલેકસેસીન પર ત્રણ વર્ષ સુધી કિલોદીઠ 2.58થી 9.48 ડૉલર સુધી ડયૂટી લાગશે, એમ મહેસૂલી વિભાગની યાદી જણાવે છે.