એપીએમસી ઍક્ટમાં સુધારણા કરવા ડ્રાફ્ટ પૉલિસી તૈયાર

એપીએમસી ઍક્ટમાં સુધારણા કરવા ડ્રાફ્ટ પૉલિસી તૈયાર
વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા સહિત વિવિધ ભલામણોનો સમાવેશ  કોજેન્સીસ  નવી દિલ્હી, તા. 20 માર્ચ  વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા અને કૃષિ પ્રોડકટ્સની નિકાસ 60 અબજ ડૉલર સુધી પહોંચાડવા માટે વાણિજ્ય મંત્રાલયે કૃષિ નિકાસ પૉલિસી ડ્રાફ્ટ કરી છે, જેમાં એગ્રિકલચરલ પ્રોડયુસ માર્કેટિંગ કમિટીઝ ઍક્ટમાં સુધારા, મંડી ફીને વ્યવહારું કરવી, સ્થિર વેપાર નીતિ અપનાવવી અને જમીન ભાડપટ્ટીના નિયમોમાં ઉદારીકરણ લાવવાની બાબતોનો સમાવેશ થાય છે.   મંત્રાલયે આ ડ્રાફ્ટ પૉલિસી જાહેર અધિકારક્ષેત્રમાં મૂકી છે અને સંબંધિત પડકારો પાસેથી પાંચ એપ્રિલ સુધીમાં સલાહ-સૂચનો મગાવ્યા છે. `રાજ્યોમાં એપીએમસીના કાયદા ખેડૂતો માટે કલ્યાણકારી નથી. એપીએમસીમાં મોનોપોલીના લીધે પ્રાઈવેટ ખેલાડીઓ તેમનું બજાર સ્થાપે છે અને બજાર ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ કરે છે, એમ ડ્રાફ્ટમાં જણાવવામાં આવ્યું છે.   સ્થાનિક ભાગમાં વોલેટિલીટી અને અમુક કૃષિ જણસોનું ઉત્પાદનથી આ પૉલિસીનો ઉપયોગ ટૂંકા ગાળા માટે ફુગાવાને અંકુશમાં લાવવા, ખેડૂતોને યોગ્ય ટેકાના ભાવ આપવા અને સ્થાનિક ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે કરવો જોઈએ.   અમુક નિર્ણયોથી સ્થાનિક ભાવમાં સંતુલન જળવાશે પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારમાં દેશની છાપ બગડશે. ડ્રાફ્ટ પૉલિસીનું લક્ષ્ય એ છે કે કોઈ પણ પ્રોસેસ્ડ કૃષિ પ્રોડકટ્સ અને દરેક પ્રકારના ઓર્ગેનિક પ્રોડકટ્સને નિકાસ નિયંત્રણ અંતર્ગત રાખવામાં આવે નહીં. જેમ કે ન્યૂનતમ નિકાસ ભાવ, નિકાસ ડયૂટી અને નિકાસ બંદી લાદવામાં આવે નહીં.   પૉલિસીમાં ખાદ્ય સુરક્ષા જરૂરી હોય એવી જણસોને ઓળખવામાં આવશે અને અમુક કૃષિ ઉત્પાદનો બાદ કરતા કોઈ પણ પ્રકારના નિકાસ નિયંત્રણો લાદવામાં આવે નહીં એવી ભલામણ આ પૉલિસી ડ્રાફ્ટમાં કરવામાં આવી છે.  સારા ઉત્પાદન માટે રિસર્ચ અને ડેવલપમેન્ટ, સારા ધોરણો સ્થાપવા, ક્ષેત્રની ઓળખ કરવી અને નિકાસ વધારવા માટે વ્યૂહરચના વિકસાવવી જેવા મુદ્દાઓ ડ્રાફ્ટમાં હંમેશા હોય છે. ઉભરતી નવી બજારો માટે રાજ્યોની સહભાગીતા, નવા ઉત્પાદન વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રકચર અને લોજિસ્ટીક વ્યવસ્થામાં સુધારો થવો જોઈએ, એવી ભલામણ પણ આ ડ્રાફ્ટમાં કરવામાં આવી છે.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer