ક્રિપ્ટો એક્સ્ચેન્જિસે આરબીઆઈને સુપ્રીમ કોર્ટમાં પડકારી

 
સંવિધાનની કલમો 14 અને 19નો ભંગ થતો હોવાની દલીલ
 
મુંબઈ, તા. 15 મે
બિટકોઈન સંબંધિત વ્યવહારોથી દૂર રહેવાની સલાહ બૅન્ક નિયામક રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)એ બૅન્કોને આપ્યા બાદ ભારતીય ક્રિપ્ટો કરન્સી એક્સ્ચેન્જિસ આ પ્રસ્તાવને પડકારશે.
આરબીઆઈએ એપ્રિલમાં આ આદેશ જાહેર કર્યા બાદ તેને પડકારવા માટે છ એક્સ્ચેન્જિસે કાયદાનો માર્ગ અપનાવ્યો છે.
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ મુજબ ચાર એક્સ્ચેન્જિસ - કોઈન ડેલ્ટા, કોઈનેકસ, થ્રુ બીટ એક્સ્ચેન્જ અને કોઈનડેકસએ આરબીઆઈના સર્ક્યુલરને પડકારતી સંયુક્ત રિટ અરજી કરી છે. બીજા બે અન્ય એક્સ્ચેન્જિસ કોઈન રિકોઈલ અને મની ટ્રેડ કોઈનએ દિલ્હી હાઈ કોર્ટમાં આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ અલગથી રિટ અરજી નોંધાવી છે.
સંવિધાનની 32મી કલમ હેઠળ અમે સુપ્રીમ કોર્ટમાં સંયુક્ત રિટ અરજી નોંધાવી છે. આ બાબત હવે અદાલતને આધિન હોવાથી અમે તે વિશે કંઈ કહેશું નહીં, એમ એક કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું.
ધારાશાસ્ત્રી મોહમ્મદ દાનિશે જણાવ્યું છે કે આ પ્રતિબંધ બંધારણીય પાત્રતાને પડકારતી રિટ અરજીની સુનાવણી 17મી મેએ થશે.
બીજી તરફ દિલ્હી હાઈ કોર્ટમાં થયેલી રિટ અરજી કલમ 14 અને કલમ 19(1)(જી) હેઠળ કરવામાં આવી છે, જેમાં વેપારમાં સમાન સુરક્ષા અને વ્યાપાર સ્વાતંત્ર્યની રજૂઆત કરવામાં આવી છે અને તેની સુનાવણી 24મી મેએ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer