આવકવેરા રિટર્ન નહીં ભરનારી મલ્ટિનેશનલ કંપનીઓને ટૅક્સ નોટિસ

 
નવી દિલ્હી, તા. 15 મે
ટૅક્સ વિભાગ દુનિયાના કોઈ પણ ખૂણામાંથી વેરો વસૂલવા સક્રિય બન્યું છે. જેમાં રસપ્રદ તો એ છે કે તાજેતરમાં ભારતમાં કોઈ અૉફિસ કે સબસિડિયરી નહીં ધરાવતી અમેરિકા સ્થિત મલ્ટિનેશનલને કુરિયર દ્વારા નોટીસ આપી 2011-'12નું રિટર્ન ફાઈલ કરવા જણાવાયું છે. ભારતના ટૅક્સ વિભાગના દાવા મુજબ કંપનીએ એસેસમેન્ટ કરવાનું ટાળ્યું હોવાથી નોટીસ આપી છે.
ટૅક્સ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઘણી કંપનીઓને ટૅક્સ રિટર્ન ફાઈલ નહીં કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. તેમના મતે ટૅક્સ અધિકારીઓ આવું વલણ રાખશે તો મલ્કિનેશનલ કંપનીઓ (એમએનસી) ભારતમાં બિઝનેસ કરવાનું ટાળશે. ટૅક્સ વિભાગે હેડક્વાર્ટરના સરનામે આ નોટિસો મોકલી છે.
જાણવા પ્રમાણે નોટીસ મોકલનારી ઘણી કંપની સર્વિસિસ ક્ષેણની છે. જેમાં એન્જિનિયરિંગ સર્વિસીસ સહિતની કંપનીઓ સામેલ છે. આ કંપનીઓને ભારતીય ગ્રાહકો તરફથી ફીની આવક થઈ હતી. ટૅક્સ સત્તાવાળાઓને ભારતના કરદાતા તરફથી ડેટા મળ્યા હશે અને એટલે તેમણે ટૅક્સની માગણી કરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer