બોગસ કંપની પકડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રયોગ થશે


નવી દિલ્હી, તા. 15 મે
કેન્દ્ર સરકાર બોગસ કંપનીઓ (શેલ કંપની)ની ઓળખ કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરશે. મિનિસ્ટ્રી અૉફ કંપની અફેર્સ (એમસીએ) દ્વારા એઆઈ દ્વારા થયેલા પ્રથમ અનિયમિતતાના સંકેત પછી જ તપાસ એજન્સીની ભૂમિકા શરૂ થાય છે. મંત્રાલય પ્રાથમિક સ્તરે રિટર્ન નહીં ભરનાર કંપનીની તપાસ કરે છે.
પ્રથમ તબક્કામાં 73,000 કંપનીઓમાં કુલ રૂા. 40 અબજની બૅન્ક ડિપોઝિટ શંકાસ્પદ રીતે જમા થઈ હોવાનું સ્પષ્ટ 
થયું હતું.
અગાઉ સરકારે કંપની ધારા 2013 હેઠળ કુલ 2,26,000 કંપનીને તારવીને તેમાંથી 1,68,000 કંપનીઓની બૅન્ક વિગત મેળવી હતી. હવે બીજા તબક્કામાં વધુ 2,25,000 સંશયિત કંપનીઓની તારવણી કરવામાં આવી છે.
આ તબક્કામાં શૅરબજારોમાં લિસ્ટેડ થયા વિનાની હજારો કંપનીઓનો સમાવેશ કરાયો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer