ખાનગીકરણ માટે નીતિ આયોગે પસંદ કરી 11 પીએસયુ કંપની


નવી દિલ્હી, તા. 15 મે
નીતિઆયોગે સરકારને ખાનગીકરણ માટે 11 જાહેર ક્ષેત્રના સાહસોની યાદી મોકલી છે, જેમાં ભારત હેવી ઇલેક્ટ્રીકલ્સ (ભેલ), હિન્દુસ્તાન કોપર (એચસીએલ), ખોટ કરી રહેલી એમટીએનએલ, ટેલિકમ્યુનિકેશન્સ કન્સલટન્ટસ ઇન્ડિયા (ટીસીઆઈએલ) અને મેકોનનો સમાવેશ છે.
આ દરેક કંપનીએ કેટલાને વેચાણ કરવું તેનો નિર્ણય કેબિનેટ સચીવના વડપણ હેઠળના ડિસઇન્વેસ્ટમેન્ટ સચીવનું ગ્રુપ લેશે.
આ કંપનીઓમાં ભેલનું બજાર મૂલ્ય 11મી મેએ નવી બીએસઈના રૂા. 29,647 કરોડનું હતું. ઇન્ટિગ્રેટેડ પાવર પ્લાન્ટ ઇક્વિપમેન્ટ મેન્યુફેકચર હતું. ઇન્ટિગ્રેટેડ પાવર પ્લાન્ટ ઇક્વિપમેન્ટ મેન્યુફેકચરનું ટર્નોવર વર્ષ 2017માં રૂા. 29,475 કરોડનું ટર્નઓવર અને ચોખ્ખો નફો રૂા. 496 કરોડનો નોંધાયો હતો.
નફો કરતી અન્ય લિસ્ટેડ કંપની એચસીએલ ખાનગીકરણ માટે છે. નાણાકીય વર્ષ 2017માં નક્કી કરાઈ. એચસીએલનું ટર્નઓવર રૂા. 1220 કરોડનું અને ચોખ્ખો નફો રૂા. 62 કરોડનો નોંધાયો છે જ્યારે તેનું બજાર મૂલ્ય 11 મેએ રૂા. 6851 કરોડનું હતું.
મહાનગર ટેલિફોન નિગમ (એમટીએનએલ) સતત ખોટ કરી રહી છે અને સ્પર્ધાત્મક બજારમાં નફો નોંધપાત્ર પ્રમાણમાં ઘટી રહ્યો છે. નીતિઆયોગે આ કંપનીની જમીન, મકાનો અને ટાવર બિઝનેસમાં રોકાયેલાં નાણાં છૂટાં કરવા માટે ડિસઇન્વેસ્ટમેન્ટની ભલામણ કરી છે. આ કંપનીના કર્મચારીઓ 27,919 જેટલા હોવાથી તેની પણ યોગ્ય કાળજી લેવાવી જોઈએ. મુંબઈ અને દિલ્હીમાં કંપનીએ વર્ષ 2017-18માં રૂા. 2870 કરોડના ટર્નઓવર ઉપર રૂા. 2941 કરોડની ખોટ કરી હતી. બીએસઈ પર તેનું બજાર મૂલ્ય માત્ર રૂા. 1103 કરોડનું છે.
નીતિઆયોગે વ્યૂહાત્મક વેચાણ માટે આ અગાઉ 40 જાહેર એકમોને પસંદ કર્યા છે. તેમાંથી એરઇન્ડિયા, પવન હંસ, હિન્દુસ્તાન પ્રીફેબ, હૉસ્પિટલ સર્વિસીસ કન્સલટન્સી કૉર્પોરેશન, બ્રિજ એન્ડ રૂફ કં., નેશનલ પ્રોજેક્ટસ કન્સ્ટ્રક્શન કૉર્પોરેશન, એન્જિનિયરિંગ પ્રોજેક્ટસ ઇન્ડિયા અને ભારત પમ્પ એન્ડ કોમ્પ્રેસર્સ સહિતની લગભગ 10 કંપનીના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે સરકારે રસ બતાવ્યો છે. હિન્દુસ્તાન ઝીન્કનું ખાનગીકરણ 2003-04માં થયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer