સરકારે પીએસયુ બૅન્કોના રૂા. 50 કરોડથી મોટા ડિફોલ્ટર્સની યાદી મગાવી


નવી દિલ્હી, તા. 15 મે
દેશની જાહેર ક્ષેત્રની તમામ બૅન્કો પાસેથી સરકારે રૂા. 50 કરોડથી વધુ ધિરાણ પરત નહીં કરનારાનું લિસ્ટ માગ્યું છે. રૂા. 50 કરોડથી વધુના એનપીઓ ગ્રાહકોની યાદી મે મહિના અંતે ડિપાર્ટમેન્ટ અૉફ ફાયનાન્સિયલ સર્વિસને મોકલવી પડશે એમ અધિકારીએ જણાવ્યું છે. ડીએફએસના સચિવ રાજીવકુમારે જણાવ્યું છે કે અમે આ કેસ ડીઆરઆઈને તપાસ અર્થે પણ મોકલી શકીએ છે.
નાણાં મંત્રાલયે બૅન્કોના બોર્ડને સ્પષ્ટ જણાવી દીધું છે કે રોટોમેક ગ્લોબલ, સીંભોલી સુગર સહિતના લેણદારોને સહાય કરનાર બૅન્ક અધિકારીઓ સામે પીએમએલએ સહિતના કાયદા હેઠળ કામ ચલાવવું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer