ડબ્લ્યુટીઓમાં સર્વિસીસ કરાર વૈશ્વિક અર્થતંત્રને લાભદાયી : સુરેશ પ્રભુ

ડબ્લ્યુટીઓમાં સર્વિસીસ કરાર વૈશ્વિક અર્થતંત્રને લાભદાયી : સુરેશ પ્રભુ

મુંબઈ, તા. 15 મે
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુએ સીઆઈઆઈ અને વાણિજ્ય મંત્રાલય દ્વારા મુંબઈમાં યોજાયેલી ગ્લોબલ એક્ઝિબિશન અૉન સર્વિસીસનું ઉદ્ઘાટન કરતા કહ્યું હતું કે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યૂટીઓ)માં સર્વિસીસમાં વેપાર સુવિધા સંધિથી વૈશ્વિક અર્થતંત્રને ગતિ મળશે. ભારત ડબ્લ્યૂટીઓમાં સર્વિસિસ ક્ષેત્રે વેપાર સુવિધા વધારવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. સરકારનું માનવું છે કે જ્યાં સુધી ડબ્લ્યૂટીઓ સર્વિસીસ ક્ષેત્ર ઉપર ધ્યાન આપે નહીં ત્યાં સુધી વિશ્વના આર્થિક વિકાસને પૂર્ણ ગતિ મળશે નહીં. પ્રસ્તાવિત કરારથી નિષ્ણાતો એક સ્થળેથી અન્ય સ્થળે સહેલાઈથી જઈ શકશે. 
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, જો વર્ષ 2025 સુધીમાં ભારત પાંચ લાખ કરોડ ડૉલરનું અર્થતંત્ર બનશે તો મહારાષ્ટ્રએ 1 લાખ કરોડ ડૉલરનું અર્થતંત્ર બનવું પડશે. સર્વિસીસ ક્ષેત્ર ઉપર ખાસ ધ્યાન આપવાથી આ લક્ષ્યને પાર કરી શકાય. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer