તુવેરની આયાત બંધ કરાવાની વેપારીઓની માગણી


મુંબઈ, તા. 22 મે
એક વર્ષ પહેલાં ઊંચા ભાવ લઈને 15 લાખ ટન તુવેરની આયાત કરવાની છૂટ આપી છે તેનો વિરોધ કૃષિ સંગઠનો કરી રહ્યા છે. કેન્દ્રનું નોટિફિકેશન ગયા સપ્તાહે આવ્યું હતું. તે રદ્દ કરવાની માગણી તેઓ કરી રહ્યા છે.
તુવેર ખરીફ પાક છે અને મહારાષ્ટ્ર તથા કર્ણાટક તેના મોટા ઉત્પાદક રાજ્યો છે. હાલ તુવેરના ભાવ સરકારના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) કરતાં સારા એવા નીચા છે અને ખેડૂતો પાસે હજી તેનો પાંચ લાખ ટનનો સ્ટોક છે. સરકારી એજન્સીઓ દસ લાખ ટનનો સ્ટોક ધરાવતી હોવી જોઈએ એવી માન્યતા છે. મહારાષ્ટ્ર રાજ્ય કિસાન સભાના જનરલ સેક્રેટરી અજિત નવલે મુજબ મહારાષ્ટ્રમાં વિદર્ભમાં તુવેરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ત્યાંના ખેડૂતોને એક અથવા બીજા પ્રકારની સમસ્યાનો સામનો કરવાનો આવે જ છે. તેઓ માત્ર કપાસ, તુવેર અથવા સોયાબીનનો પાક લઈ શકે છે. 2016-'17માં તુવેર દાળનો ભાવ કિલોદીઠ રૂા. 100-150નો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer