સેંકડો યુવાઓને રિફાઈનરીમાં કામ કરવાની તાલીમ મળશે

 
નવી દિલ્હી, તા. 22 મે
ઉદ્યોગ સાથે સહયોગ દ્વારા સ્કિલ્ડ ઈકોસિસ્ટમ વિકસાવવા નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી), ઇન્ડિયન અૉઈલ કોર્પોરેશન (આઈઓસીએલ) અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ ફંડ (એનએસડીએફ) એ ત્રિપક્ષી સમજૂતી કરાર કર્યા છે જે હેઠળ બોનગાઈગાંવ, બરોની અને ગુજરાત રિફાઈનરીના 840 યુવાનોને કૌશલ વિકાસ માટે તાલીમ અપાશે.
આ પ્રોજેક્ટનો હેતુ કૌશલ વિકાસ તાલીમ મારફતે યુવાનોને આર્થિક સુરક્ષા પ્રદાન કરવાનો રોજગાર વિકસાવવાનો છે. 
એનએસડીસીના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ મનિષ કુમારે કહ્યું કે, `` અમારું લક્ષ્ય શિક્ષણ, રોજગાર અને એન્ટરપ્રેન્યરશીપ દ્વારા જીવનધોરણ સુધારવાનું છે. આ સહયોગના કારણે યુવાનોને વિવિધ ક્ષેત્રે રોજગાર મળશે.''
આ કરાર અંતર્ગત યુવાનોને આઈઓસીએલના ત્રણ સ્થળે તાલીમ અપાશે. આમાં આસામની બોનગાઈગાંવ રિફાઈનરી, બિહારની બરૌની રિફાઈનરી અને વડોદરાની ગુજરાત રિફાઈનરીનો સમાવેશ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer