બૅન્ક ખાતાં માટે હવે બીમાર તેમ જ વૃદ્ધો માટે આધારની આવશ્યકતા નહીં

 
નવી દિલ્હી, તા. 22 મે
બીમાર, ઘાયલ અને અશક્ત વયોવૃદ્ધોને તેમના બૅન્ક એકાઉન્ટની ઓળખના સમર્થનને પ્રમાણિત બનાવવા રાષ્ટ્રીય બાયોમેટિક આઈડી આધારને બદલે અધિક્તતાનાં વૈકલ્પિક સાધનો ઉપયોગમાં લેવા સરકારે મંજૂરી આપી છે.
ગેઝેટના નોટિફિકેશનમાં સરકારે જણાવ્યું છે કે જે લોકોને તેમની બાયોમેટ્રિકને પ્રમાણિત બનાવવામાં મુશ્કેલી સર્જાય છે એવા લોકો માટે મની લોન્ડરિંગ અટકાવવા અંગેના કાયદામાં ઓળખની વૈકલ્પિક જોગવાઈ માટે ફેરફાર છે.
યુઆઈડીએઆઈના ચીફ એક્ઝિક્યુટીવ અૉફિસર અજય ભૂષણ પાંડેએ કહ્યું હતું કે સૂચિત સુધારાથી વૃદ્ધો ઈજાગ્રસ્ત અને બીમાર લોકો, જેઓ બાયોમેટ્રિક ઓળખ પ્રતિપાદિત કરી શકવા માટે અસમર્થ છે, તેઓ બૅન્કિંગ અને અન્ય નાણાકીય સેવાઓ મુશ્કેલી વિના મેળવી શકશે.
આને પગલે કોઈપણ યોગ્ય ખાતાધારક બાયોમેટ્રિક પ્રમાણિતતાની મુશ્કેલીને લીધે બૅન્ક સેવા મેળવવામાંથી બાકાત ન રહે એ સુનિશ્ચિત થશે. આ વર્ષે માર્ચમાં સર્વોચ્ચ અદાલતે બૅન્ક ખાતા સાથે મોબાઇલ ફોન નંબર અને આધારકાર્ડને જોડવાની 31 માર્ચની અંતિમ સમય મર્યાદાને અનિશ્ચિત મુદત સુધી લંબાવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer