અમેરિકાએ ચીનના સ્ટીલ ઉપર ડયૂટી વધારી


મુંબઈ, તા. 22 મે
અમેરિકાએ ચીનની વાયા વિયેતનામ આયાત થતી લોખંડની કેટલીક આઇટમો ઉપર એન્ટિ ડમ્પિંગ ડયૂટી 39 ટકા વધારી છે.
અમેરિકાના કૉમર્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે ચીનમાં બનેલી અને વિયેટનામથી આવતી અમેરિકામાં આયાત થતી લોખંડની કેટલીક આઇટમો ઉપર એન્ટિ ડમ્પિંગ ડયૂટી વધારીને 256 ટકાની કરી છે. અમેરિકાએ 2015માં પણ ચીનની સ્ટીલ પ્રોડક્ટ પર ડયૂટી લગાવી તે પછી ચીન બીજા દેશો મારફતે અમેરિકામાં સ્ટીલ મોકલી રહ્યું છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer