સ્ટેસી કનિંગહામ ન્યૂ યૉર્ક સ્ટૉક એક્સ્ચેન્જનાં પ્રથમ મહિલા પ્રમુખ બનશે

સ્ટેસી કનિંગહામ ન્યૂ યૉર્ક સ્ટૉક એક્સ્ચેન્જનાં પ્રથમ મહિલા પ્રમુખ બનશે

ન્યૂ યૉર્ક, તા. 22 મે (એપી)
ન્યૂ યૉર્ક સ્ટોક એક્સ્ચેન્જનાં 226 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર એક મહિલા તેના પ્રમુખ બનશે.
ન્યૂ યૉર્ક સ્ટોક એક્સ્ચેન્જમાંના ટ્રેડિંગ ફ્લોર પર ફ્લોર કલાર્ક તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા સ્ટેસી કનિંગહામ એનવાયએસઇનાં 67મા પ્રમુખ બનશે.
હાલ તેઓ ચીફ અૉપરેટિંગ અૉફિસર છે જે શુક્રવારે પ્રમુખ બનશે. એનવાયએસઇના વર્તમાન પ્રમુખ થોમસ ફેરલી કંપની હસ્તગત કરવાના ખાસ હેતુની આગેવાની લેવા માટે જઈ રહ્યા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer