રૂપિયામાં ધોવાણની કિંમત ગ્રાહકો ચૂકવશે કાર-ટ્રક ઉત્પાદકો દ્વારા 1 જૂનથી બે ટકા સુધી ભાવવધારો

રૂપિયામાં ધોવાણની કિંમત ગ્રાહકો ચૂકવશે કાર-ટ્રક ઉત્પાદકો દ્વારા 1 જૂનથી બે ટકા સુધી ભાવવધારો

નવી દિલ્હી, તા. 22 મે
દેશના મોટા ભાગના કાર, ટ્રક અને બસ ઉત્પાદકોએ 1 જૂનથી તેમના ભાવમાં બે ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે.
મારુતિ સુઝુકી, હુન્ડાઈ અને અશોક લેલેન્ડે આ ભાવ વધારવા માટે રૂપિયાના મૂલ્યમાં ઘસારો અને કાચા માલના ખર્ચ અને નૂર ભાડાં વધ્યા હોવાનું કારણ આપ્યું હતું. મારુતિ સુઝુકીએ 1 જૂનથી તમામ મોડેલની કારના ભાવમાં 1.9 ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે. કંપનીએ તેના ડીલર્સને ઈ-મેઇલ દ્વારા સૂચના આપી છે કે 1 જૂન પહેલાના ઓર્ડરની કારની તમામ ડિલીવરી સમયસર મેળવી લેવી.
કંપનીએ જણાવ્યું છે કે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ થયું અને કાચા માલની કિંમત તથા ફ્રેઇટમાં વધ્યા હોવાથી કંપનીએ કારના ભાવમાં 1.9 ટકા સુધીનો વધારો કર્યો છે. હુન્ડાઈ મોટર ઇન્ડિયાના  બજારમાં નવી એસયુવી ક્રેરાનો ભાવ વધાર્યો નથી, પણ બાકીના ઈઓન કારથી એસયુવી સુધીના તમામ વાહનના ભાવ 2 ટકા સુધી વધાર્યા છે.
ડિરેક્ટર રાકેશ શ્રીવાસ્તવે જણાવ્યું છે કસ્ટમ્સ ડયૂટીથી લઈ કમ્પોનન્ટસ અને નૂર ભાડાં વધવાથી કારના ભાવ વધાર્યા છે.
અશોક લેલેન્ડે જણાવ્યું કે ભારત સ્ટેજ ટઈં (ઇજ ટઈં) ના વિવિધ મોડેલના ભાવ અંદાજે રૂા. 3.5 લાખ સુધી વધશે. મૅનેજિંગ ડિરેક્ટર વિનોદ દસારીએ જણાવ્યું છે કે બીએસ- ટઈંનો ભાવ રૂા. 20 લાખ જ્યારે અપગ્રેડેશન ધરાવતા ડીઝલ એન્જિનના વધારાના રૂા. 2 લાખ સાથે ભાવવધારો ઉમેરતા કુલ કિંમતમાં રૂા. 3થી 3.5 લાખ વધારો થશે.
કોટક ઇન્સ્ટિટયુશનલ ઇક્વિટીસના જણાવ્યા પ્રમાણે અપગ્રેડેશન સહિત ડીઝલ વેપારી વાહનના ભાવમાં 20 ટકા સુધી વધારો થવાની સંભાવના છે. જેની સામે આજનો વધારો ઓછો ગણાય.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer