ડયૂટી-મુક્ત આયાતને વિદેશી વેપાર નીતિના ભાગરૂપ ગણવામાં આવશે


નવી દિલ્હી, તા. 12 જૂન
સરકારે રોજગારલક્ષી ક્ષેત્રો જેવા કે હેન્ડલુમ્સ, હેન્ડક્રાફ્ટ્સ અને લેધરની ડયૂટી મુક્ત આયાતને હાલની વિદેશી વેપાર નિતી (2015-20)ના ભાગરૂપ ગણાવ્યા છે. જોકે આ ઉમેદવારી 1 જુલાઈથી અમલમાં આવેલી જીએસટી પ્રણાલી અંતર્ગત કસ્ટમ્સ ડયૂટી પૂરતી જ છે. 
વાણિજ્ય મંત્રાલયે વિદેશી વેપાર નીતિ (2009-14)માં સમાવિષ્ટ ક્ષેત્રોને હાલની વિદેશી વેપાર નીતિ (2015-20)માં પણ સામેલ કર્યા છે. નિકાસકારોને કસ્ટમ્સના પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે બાકાત ફક્ત બેઝિક કસ્ટમ્સ ડયૂટીમાં જ મળશે, એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું. 
ડયૂટી-મુક્ત આયાત માટે અમુક પસંદ કરવામાં આવેલા ક્ષેત્રોને નોંધપાત્ર રાહત મળે છે. આ ક્ષેત્રોમાં હેન્ડલુમ્સ, હેન્ડીક્રાફ્ટ્સ, લેધર, સ્પોર્ટ્સ ગુડ્સ, રમકડાં અને મરીન ઉત્પાદનોનો સમાવેશ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ડયૂટી ફ્રી આયાત નિકાસકારોને પ્રોત્સાહન આપવા માટે છે. વિદેશી વેપાર નીતિ(2015-20)માં તેનો સમાવેશ કરવો જરૂરી હતો. 
શ્રમ લક્ષી ક્ષેત્રો જેવા કે હેન્ડલુમ્સ, હેન્ડિક્રાફ્ટ્સ, જેમ્સ અને જ્વેલરી, તૈયાર વત્રો અને મરીનના ક્ષેત્રોના નિકાસકારોને છેલ્લા અમૂક મહિનાઓથી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer