મેમાં રિટેલ ફુગાવો વધીને 4.87 ટકા, એપ્રિલમાં ઔદ્યોગિક ઉત્પાદન 4.9 ટકા વધ્યું


એજન્સીસ
મુંબઈ, તા.12 જૂન
વાર્ષિક રિટેલ ફુગાવો મેમાં વધીને 4.87 ટકા થયો છે, જે ચાર મહિનાની ટોચ પર છે. એપ્રિલમાં રિટેલ ફુગાવો 4.28 ટકા રહ્યો હોવાનું સરકારી આંકડા દર્શાવે છે. એપ્રિલ 2017માં વાર્ષિક રિટેલ ફુગાવો 2.99 ટકા હતો. મેમાં સતત સાતમાં મહિને રિટેલ ફુગાવો રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ના મધ્યમ ગાળાના ચાર ટકાના લક્ષ્ય કરતા વધુ છે. 
સરકારી આંકડા મુજબ એપ્રિલમાં ઔદ્યોગિક ઉત્પાદન 4.9 ટકાનું હતું, જે માર્ચ મહિનામાં પાંચ મહિનાની નીચલી સપાટી 4.4 ટકા હતું. અર્થશાત્રીઓએ એપ્રિલમાં 5.2 ટકાના ઔદ્યોગિક ઉત્પાદનની આગાહી કરી હતી. ઉત્પાદન ક્ષેત્રમાં ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક 5.2 ટકા વધ્યો હતો જ્યારે માઈનિંગમાં 5.1 ટકા ટકા વધ્યો અને ઈલેક્ટ્રિસિટીમાં 2.1 ટકાનો ફાળો હતો. 
ગયા અઠવાડિયે આરબીઆઈએ નાણાકીય વર્ષ 2019 માટે ફુગાવાના અંદાજમાં આંશિક વધારો કર્યો હતો, જેનું મુખ્ય કારણ ક્રૂડતેલના વધતા ભાવ હતા. આરબીઆઈએ 2018-19ના પહેલા છ માસિકમાં રિટેલ ફુગાવો 4.8-4.9 ટકા અને બીજા છ માસિકમાં 4.7 ટકાનો ધાર્યો છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer