ઍર ઈન્ડિયાનું 100 ટકા શૅરહોલ્ડિંગ વેચવા સરકાર તૈયાર


નવી દિલ્હી, તા. 12 જૂન
ઍર ઈન્ડિયાના ખાનગીકરણનો તાજેતરનો પ્રયાસ નિષ્ફળ ગયા બાદ સરકારે નવી શરતો સાથે તેનો 100 ટકા હિસ્સો  વેચવાની તૈયારીઓ શરૂ કરી છે. ખાનગીકરણ પછી પણ ઍર ઈન્ડિયામાં 24 ટકા શૅરહોલ્ડિંગ જાળવી રાખવાના પ્રસ્તાવની પુન: વિચારણા કરવા સરકાર તૈયાર છે એમ આર્થિક બાબતો વિશેના ખાતાના સચિવ સુભાષચંદ્ર ગર્ગે કહ્યું હતું. સરકાર વિવિધ વિક્લ્પો વિશે વિચારણા કરી રહી છે અને 24 ટકા શૅરહોલ્ડિંગ ધરાવવાનો આગ્રહ પડતો મૂકવા તૈયાર છે એમ તેમણે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer