ગુજરાત ચૅમ્બરમાં આજે જપાન ડેસ્કનો આરંભ થશે

લઘુ ઉદ્યોગોને જપાન સાથેના વેપારમાં મદદ મળશે : મુખ્ય સચિવ કરશે ઉદ્ઘાટન 
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 15 જૂન
જપાની કંપનીઓ ગુજરાતમાં અને ગુજરાતની કંપનીઓ જપાનમાં રોકાણ કરી શકે તે માટે ગુજરાત ચૅમ્બર અૉફ  કૉમર્સ પ્રવેશદ્વારની ભૂમિકામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ચૅમ્બરના બિલ્ડિગમાં  આવતીકાલે જપાન ડેસ્કનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્ય સચિવ દ્વારા થશે.
જપાન ઉઊજઊં સમગ્ર ગુજરાતના વેપારીઓ માટે કાર્યરત બનશે અને જપાનથી જે કોઈપણ ઉદ્યોગ પ્રતિનિધિમંડળ અથવા તો કંપનીઓના માલિકો આવશે. તેમને ગુજરાત ભરમાં જ્યાં નિવેશ કરવું હોય તે જગ્યાએ બતાવવામાં આવશે. સાથોસાથ તેમની પસંદગીના સેક્ટર મુજબ અને ગુજરાતની નાની કંપનીઓને જપાનમાં માલ સપ્લાય કરવા માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. ગુજરાત ચૅમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શૈલેષ પટવારી જણાવે છે કે `ગુજરાતમાં જપાનીઓ ખૂબ વિશ્વાસ ધરાવે છે અને અત્યાર સુધી કુલ 80 કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરી ચૂકી છે. વધુ કંપનીઓ  આવવા માટે તત્પર છે. એટલે ચૅમ્બરે  વેપારીઓને મદદ મળી રહે તે માટે ચૅમ્બરમાં  જપાન ડેસ્કની શરૂઆત કરી છે. જપાન દેશ વિષે સંપૂર્ણ જાણકારી ધરાવતા નિષ્ણાતો દર સોમવારથી શુક્રવાર બપોરે બેથી સાંજે છ વાગ્યા સુધી મળશે.
જપાની સેન્ટર શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય ગુજરાતના લઘુ ઉદ્યોગ અને મદદ કરવાનો છે તેમ આવતા સપ્તાહમાં પ્રમુખ તરીકે આરૂઢ થનારા  જૈમિન વસા જણાવે છે. જે કંપનીઓ પોતાનું પ્રતિનિધિ મંડળ લઈ જપાનથી ગુજરાત આવશે તેમને એક સપ્તાહ સુધી વિનામૂલ્યે ચૅમ્બર જ અૉફિસ પૂરી પાડશે અને તેમની પસંદગી મુજબ તેમની મુલાકાત ગુજરાતના નાના રોકાણકારો સાથે કરાવવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer