સિરામિકમાં જૂની ડિઝાઇનના ગેસીફાયર બંધ કરવા હુકમ

 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 15 જૂન
મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા અને પર્યાવરણ વિભાગની માર્ગરેખા અનુસારના ન હોય તેવા ગેસીફાયરનો ઉપયોગ બંધ કરવા ગુજરાત હાઈ કોર્ટે હુકમ કર્યો છે. અદાલતના નિર્ણયને પગલે 15 જેટલા યુનિટોમાં ઉત્પાદન બંધ કરીને નવા ગેસીફાયર બેસાડવાની પ્રક્રિયા ચાલશે. હાઈ કોર્ટે નિયમ પાલનમાં ચૂક કરી રહેલા અન્ય 70 જેટલા યુનિટોને કારણદર્શક નોટિસ પણ આપી છે.
મોરબી સિરામિક ઍસોસિયેશનના પૂર્વ પ્રમુખ કે.જી. કુંડારિયાએ કહ્યું કે, છ વર્ષ પૂર્વે પર્યાવરણ વિભાગે પ્રદૂષણ ઓકતા જૂની ડિઝાઇનના ગેસીફાયર બંધ કરવા અદાલતમાં મુકદમો દાખલ કર્યો હતો. એ પછી સમિતિ બનાવીને ચોક્કસ ધારણાધોરણો સાથે નવી ટેકનૉલૉજીના અને પર્યાવરણ બોર્ડ દ્વારા માન્ય ગેસીફાયર ચલાવવા માટે બોર્ડે સૂચના આપી હતી. જોકે વડી અદાલતના નિર્ણય પછી હવે જૂના ગેસીફાયર ચલાવતા યુનિટોને ફરજિયાત નવી ટેકનૉલૉજી અપનાવવાની થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer