જીએસટીની મુશ્કેલીઓ અંગે સુરતમાં 13મીએ ઓપન હાઉસ


ડીજીએફટીની ટીમ ઉદ્યોગના જીએસટીના પ્રશ્નો સાંભળશે
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 10 જુલાઈ
સુરતના કાપડઉદ્યોગ સહિતનાં બીજા અન્ય ઉદ્યોગોનાં જીએસટીને લગતાં પ્રશ્નોની સીધી રજૂઆત થાય તે માટેનાં પ્રયાસો દક્ષિણ ગુજરાત ચૅમ્બર દ્વારા કરાયા છે. ચૅમ્બરની પાછલાં છેલ્લાં કેટલાંક સમયની રજૂઆતોનાં પગલે ડાયરેક્ટર જનરલ અૉફ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ(ડીજીએફટી)નાં અધિકારીઓ આગામી 13મીએ સુરત આવનાર છે.  દક્ષિણ ગુજરાત ચૅમ્બરનાં પ્રમુખ હેતલ મહેતા કહે છે કે, જીએસટીને લગતાં અનેક પ્રશ્નો લઈને આજે પણ કાપડઉદ્યોગકારોની મુશ્કેલી ઓછી થઈ નથી. ચૅમ્બરની લાંબી રજૂઆતનાં ભાગ રૂપે તાબડતોબ દિલ્હી ડીજીએફટીમાંથી જીએસટીને લગતાં પ્રશ્નો બાબતે ઓપન હાઉસ યોજવાનું ફરમાન થયું છે.
તેમણે ઉમેર્યુ હતું કે, આ ઓપન હાઉસમાં જીએસટી એડિશનલ ડાયરેક્ટર ગર્ગ સહિતનાં સુરત, અમદાવાદ, વડોદરાનાં જીએસટી કમિશનર ઉપસ્થિત રહેશે. ચેમ્બરનાં સરસાણાસ્થિત કન્વેશનલ સેન્ટરમાં ઓપન હાઉસ યોજાશે. કાપડઉદ્યોગ અને હીરાઉદ્યોગનાં ટોચનાં ઉદ્યોગકારો અને ઍસોસિયેશનનાં પ્રતિનિધિઓ સાથે ડીજીએફટીનાં અધિકારીઓ સીધી ચર્ચા કરશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer