આર્થિક રાજધાનીનું જનજીવન ભારે વરસાદથી ખોરવાયું


એજન્સીસ
મુંબઈ, તા. 10 જુલાઇ 
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પાછલા ચારદિવાસથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઇ જવાની સાથે આર્થિક ગતિવિધિઓને પણ માઠી અસર પડી હતી. 
હવામાન વિભાગે વધુ બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી હોવાથી કોર્પોરેટ ક્ષેત્રના કર્મચારીઓને ઘરેથી કૉમ્પ્યુટર વડે અૉફિસના અર્જન્ટ કામો કરવાની સૂચના આપવામાં આવી હોવાથી દક્ષિણ મુંબઈમાં ખાનગી અને સરકારી કચેરીઓમાં કર્મચારીઓની હાજરી સાવ પાંખી જોવા મળી હતી. તે સાથે મેનેજમેન્ટ ગુરુ તરીકે પ્રચલિત થયેલા શહેરના ડબાવાળાઓએ પણ આજે તેમની સેવા બંધ રાખી હતી. ભારે વરસાદના કારણે આજે શહેરની લાઇફ લાઇન ગણાતી વેસ્ટર્ન રેલવે અને મધ્ય રેલવેની લોકલ સેવાઓને માઠી અસર પડી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer