જીએસટીમાં કરચોરી હવે અશક્ય બનશે : સરકારે ડેટાપુલ તૈયાર કર્યો

જીએસટીમાં કરચોરી હવે અશક્ય બનશે : સરકારે ડેટાપુલ તૈયાર કર્યો

એજન્સીસ
બેંગ્લુરુ, તા. 10 જુલાઈ
જીએસટીમાં કરચોરે અને છેતરપિંડી પકડી પાડવા માટે સરકારે નવી યંત્રણા અમલમાં મૂકી છે. જીએસટી અનુપાલન સમયે કર ભરવામાં રહેલા છીંડા શોધી કાઢવા માટે સરકારે ડેટા પૂલ તૈયાર કર્યો છે અને પાછલા એક વર્ષમાં જીએસટીના પેમેન્ટના આંકડા સરકાર સમક્ષ છે તેના આધારે `ડેડિકેટેડ ફ્રોડ એનાલિટિક્સ વર્ક' માટે `િરકવેસ્ટ ફોર પ્રપોઝલ' (આરએફપી) રીલિઝ કરી છે.
અત્યાર સુધીમાં અમે ટૅક્સ ગળતર થયું હોવાનું શોધી કાઢ્યું છે અને તેનું મૂલ્ય હજારો કરોડમાં થાય છે. ફ્રોડ એનાલિન્ટિક્સનો હેતુ વધુ ગુપ્ત માહિતી મેળવવાનો વેરા ભરવાની જવાબદારી વધારવાનો અને વેરાનો વ્યાપ વધારવાનો હોવાનું પરોક્ષ વેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું.
આ વ્યવસ્થામાં વેપારીઓની વિવિધ સ્તરે માહિતી એકઠી કરવામાં આવે છે જેમ કે જીએસટીઆર-વન, જીએસટીઆર 3બી, જણસનું મૂલ્ય, વેરાનો દર, વેરાની રકમ, વેચાણ અને ખરીદીની વિગતો.
ટૅક્સ લીકેજ એ જીએસટી કાઉન્સિલ માટે સૌથી મોટી સમસ્યા છે. વેરાના અનુપાલન સમયે પ્રાપ્ત થયેલા ડેટામાં અનેક અસમાનતાઓ જોવા મળી હતી. જીએસટી કરચોરી અને છેતરપિંડી એ બંને ચિંતાજનક બાબતો સરકાર સમક્ષ છે, એમ આ અધિકારીએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer