જપાનની કંપનીઓ ગુજરાતમાં રૂા. 20 હજાર કરોડનું રોકાણ કરશે

જપાનની કંપનીઓ ગુજરાતમાં રૂા. 20 હજાર કરોડનું રોકાણ કરશે

જપાનની નાની મોટી 120 જેટલી કંપનીઓ ગુજરાતમાં, સંખ્યા હજુ વધશે

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 10 જુલાઈ
`કોનીચીવા' આનો અર્થ થાય છે `કેમ છો'. આ જપાની શબ્દ છે અને હવે ગુજરાતી અને જપાની `કેમ છો' અને `કોનીચીવા' બોલતા વધુ થશે કારણ કે આગામી બે જ વર્ષમાં જપાનની કંપનીઓ દ્વારા ગુજરાતમાં વીસ હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે, એવું ખુદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે.
ઇન્ડો જપાન ફ્રેન્ડશિપ ઍસોસિયેશનના સ્થાપક અને જેમને જપાનનો પ્રતિષ્ઠિત અને સર્વોચ્ચ એવૉર્ડ ' ધ અૉર્ડર અૉફ ધ રાઇઝિંગ સન' વિજેતા ટેક્સ કન્સલ્ટન્ટ મુકેશ પટેલ જણાવે છે કે `જાપાન એક એવો દેશ છે જે વિશ્વાસ ઉપર ચાલે છે અને એક વખત વિશ્વાસ બેસે તેની સાથે જપાન સહેલાઇથી જોડાઇ જાય છે. નરેન્દ્ર મોદીએ અનેક મુલાકાતો વડે જપાનનો વિશ્વાસ મેળવ્યો અને તેના ફળ હવે ગુજરાતને મળવા લાગ્યા છે.'
ગુજરાત યુનિવર્સિટી તરફથી મુકેશ પટેલ જ્યારે 18 વર્ષના હતા ત્યારે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળે તેઓ જપાન ગયા હતા અને પછી તો જપાન સાથે અનેક કાર્યક્રમો કર્યા અને તેમના જણાવ્યા મુજબ છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતમાં 60 જપાનની કંપનીઓ આવી છે જે પહેલા 60 હતી. ત્રણ વર્ષમાં સો ટકાનો વધારો થયો અને અત્યારે 120 જેટલી જાપાની કંપનીઓ ગુજરાતમાં છે જે 2020 સુધીમાં બમણી થઈ જશે.'
ઉત્તર ગુજરાતના હાંસલપુરનો સુઝુકી મોટર્સ પ્લાન્ટ ગુજરાતમાં જપાનની કંપની દ્વારા સૌથી વધારે રોકાણ કરવામાં આવેલ પ્લાન્ટ પૈકીનો એક છે. 
આગામી દિવસોમાં અૉટો પાર્ટ્સ અને અૉટો સેક્ટર ને મદદરૂપ થતી કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે.
ગુજરાત સરકારની મદદથી જપાન દ્વારા જપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરવામાં આવી છે. સંગઠન દ્વારા જપાનની કંપનીઓને ગુજરાતમાં કયા સેકટરમાં રોકાણ કરવું તેની માહિતી આપવામાં આવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer