જૂનમાં રિટેલ ફુગાવો છેલ્લાં બે વર્ષની ઊંચી સપાટીએ રહેવાની ધારણા

જૂનમાં રિટેલ ફુગાવો છેલ્લાં બે વર્ષની ઊંચી સપાટીએ રહેવાની ધારણા

એજન્સીસ
બેંગલોર, તા. 10 જુલાઈ
ક્રૂડતેલ અને ખાદ્યચીજોના ભાવ વધવાથી જૂનમાં રિટેલ ફુગાવો બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચશે એમ રોઇટરની મોજણીમાં જણાવાયું છે.
ગત મહિને છૂટક ભાવ વાર્ષિક 5.30 ટકા વધ્યા હતા. જુલાઈ 2016 પછીનો આ ઝડપી વધારો હતો. મે મહિનામાં 4.87 ટકાનો છૂટક ફુગાવો જોવાયો હતો. આમ સતત આઠમા મહિને સેન્ટ્રલ બૅન્કના 4 ટકા લક્ષ્યાંકથી ઉપર ફુગાવો રહ્યો હતો.
આથી રિઝર્વ બૅન્કે ગયા મહિને 25 બેઝીઝ પોઇન્ટ દર વધાર્યા હતા અને અૉગસ્ટમાં પાછા દર વધારશે એવી શક્યતા છે.
વૈશ્વિક ઓઇલના ભાવ આ વર્ષે 20 ટકા વધ્યા છે અને જૂનમાં લગભગ 13 ટકા વધ્યા છે. આ ભારતની સૌથી મોંઘી આયાત છે. આ ઉપરાંત તાજેતરમાં સરકારે અમુક કૃષિ ચીજોના લઘુતમ પ્રાપ્તિ ભાવ વધાર્યા છે. આથી સરકારની કોસ્ટ રૂા. 15000 કરોડ વધી હોવાથી ફુગાવો વધી રહ્યો છે. 2019ની સામાન્ય ચૂંટણી પૂર્વે સરકાર ખેડૂતોને ખુશ કરવા અમુક લોકપ્રિય પગલાંઓ લેશે, જેના કારણે ફુગાવો વધશે એવી શક્યતા છે.
જથ્થાબંધ ભાવાંક મેમાં 4.43 ટકા હતો તે વધી જૂનમાં 4.93 ટકા થયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer