ટીસીએસની કામગીરી અપેક્ષા કરતાં ચડિયાતી

ટીસીએસની કામગીરી અપેક્ષા કરતાં ચડિયાતી

ત્રિમાસિક નફો 23 ટકા વધી રૂા. 7340 કરોડ : શૅરદીઠ રૂા. 4નું વચગાળાનું ડિવિડંડ
 
પીટીઆઈ
મુંબઈ, તા. 10 જુલાઈ
ભારતની સૌથી મોટી આઈટી કંપની -  તાતા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ)નો તા. 30 જૂન 2018ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળાનો કન્સોલીડેટેડ નફો 23.46 ટકા વધી રૂા. 7340 કરોડ થયો છે જે વિશ્લેષણકારોના રૂા. 6984.30 કરોડના નફાના અંદાજ કરતાં વધુ છે. કંપનીએ અગાઉના વર્ષના આ ગાળામાં રૂા. 5945 કરોડનો નફો કર્યો હતો.
પ્રથમ ક્વાર્ટરમાં કન્સોલીડેટેડ રેવન્યુ 15.80 ટકા વધી રૂા. 34,261 કરોડની થઈ છે જે આગલા વર્ષના આ ગાળામાં રૂા. 29,584 કરોડ હતી.
ટીસીએસએ શૅરદીઠ રૂા. 4નું વચગાળાનું ડિવિડંડ જાહેર કર્યું છે. ડિવિડંડ માટે સૂચિત રેકોર્ડ તા. 18 જુલાઈ 2018 હશે જ્યારે ચુકવણીની તા. 25 જુલાઈ હશે.
પ્રથમ ક્વાર્ટરમાં ઇબીટ માર્જિન 25 ટકા નોંધાયો છે.
ક્વાર્ટર દરમિયાન કંપનીએ 10 કરોડ ડૉલરથી વધુની કેટેગરીમાં બે નવા ગ્રાહકો ઉમેર્યા છે અને 50 લાખ ડૉલરથી વધુની કેટેગરીમાં 13 ગ્રાહકો ઉમેર્યા છે.
ક્વાર્ટરના અંતે કન્સોલીડેટેડ ધોરણે ટીસીએસના કુલ સ્ટાફની સંખ્યા 4,00,875 હતી.
શૅરદીઠ કમાણી 26.10 ટકા વધી રૂા. 19.17 થઈ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer