ડાયમંડ પાવર સંલગ્ન બે કંપની દ્વારા એક્સિસ બૅન્કનું 2753 કરોડનું ફુલેકું ?!


અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા.17 જુલાઈ
ડાયમંડ ગ્રુપના અમિત ભટનાગર અને રૂબી કેબલ્સના એમડી ચિરાગ ગડાની સાંઠગાંઠ સીબીઆઈએ ખુલ્લી પાડી છે. ત્યારે ચિરાગ જે કંપનીઓમાં ડિરેકટર છે તે પૈકીની બે કંપની પર એકિસસ ટ્રસ્ટી સર્વિસીસનો 2,753 કરોડની લોનનો બોજો આરઓસીમાં ચઢેલો છે તેવી માહિતી મળી  છે.
અગાઉ  માત્ર બૅન્ક અૉફ ઇન્ડિયાનું જ કૌભાંડ બહાર આવ્યું હતું. પણ હવે આ એકસીસ ટ્રસ્ટી સર્વિસીસ લી.નો 2753 કરોડનો આંક બહાર આવતા ભટનાગર બંધુઓનું આ કૌભાંડ પાંચ હજાર કરોડના આંકને પાર કરી ગયું છે. આ કૌભાંડમાં અન્ય બૅન્કના અધિકારીઓની સંડોવણી પણ બહાર આવે એવી શકયતા છે.
 ભટનાગરે 7.32 લાખ ઈક્વિટી શૅર પ્લેજ (તારણમાં મુકી) કરી આ લાભ લીધો હતો. ભટનાગર ત્રિપુટી વિરુદ્ધ સીબીઆઈએ 26 માર્ચે ગુનો નોંધ્યો હતો. પણ એકિસસ ટ્રસ્ટી સર્વિસીસનો લોનનો મામલો બહાર આવ્યો નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer