દક્ષિણ કોરિયાથી સોનાની આયાત ઉપરના અંકુશ દૂર કરવા વિચારણા
નવી દિલ્હી, તા. 17 જુલાઈ
ભારત સરકાર કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપ ઍક્ટ (સીઈપીએ) અંતર્ગતની દક્ષિણ કોરિયામાંથી આયાતની બંદી પાછી ખેંચવાની વિચારણા કરી રહી છે. ત્રીજા દેશની આયાત ઉપર અંકુશ રાખવા કમ્પલસરી રિજનલ વેલ્યુ કન્ટેન્ટ (આરવીસી)નો અમલ થયા બાદ આયાતના નિયંત્રણ પાછા ખેંચાઈ શકે છે.
આયાત વધવાથી એક વર્ષથી દક્ષિણ કોરિયામાંથી સોનાની આયાત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયા હવે દ્વિપક્ષીય નિવારણ ઈચ્છે છે, એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
વર્તમાનમાં સીઈપીએ ફક્ત `ટેરિફ હેડિંગમાં ફેરફાર' પ્રદાન કરે છે, જેનો મતલબ જો સોનાની આયાત ત્રીજા દેશથી દક્ષિણ કોરિયામાં થાય તો ભારતમાં તેની નિકાસ શૂન્ય ટકા ડયૂટીએ થાય છે. આથી આ રીતની આયાત અલગ કેટેગરીમાં થાય છે. આરવીસી નિયમોની ગેરહાજરીથી ટેરિફમાં ફેરફારના કારણો પર્યાપ્ત તપાસ થતી નહીં હોવાથી સોનાના બાર્સ અને રોડ્સ દક્ષિણ કોરિયામાં આયાત કરીને તેને ગોલ્ડ મુદ્રકો બનાવીને ભારતમાં નિકાસ કરી શકાય છે. આમાં નજીવા મૂલ્યનો ઉમેરો થાય છે. `જો આરવીસીના નિયમ મુજબ 35 ટકાનો અમલ કરવામાં આવે તો ત્રીજા દેશ દ્વારા આયાત કરવામાં આવતા સોનાની આયાતમાં 35 ટકા મૂલ્ય ઉમેરો દક્ષિણ કોરિયામાં થાય તો તેઓ ભારતમાં શૂન્ય ટકા આયાત ડયૂટી માટે પાત્ર હોવાનું અધિકારીએ ઉમેર્યું હતું.