ટેક્સ્ટાઇલ જણસો ઉપરની ઇમ્પોર્ટ ડયૂટીમાં વધારો


એજન્સીસ
નવી દિલ્હી, તા. 17 જુલાઈ
ટેક્સ્ટાઇલ, એપરલ્સ, ફાઇબર અને સંબંધિત ઉત્પાદનો જેવા કે કારપેટ વગેરે પરની આયાત જકાત 20 ટકા જેટલી ભારતે વધારી છે.
37 બ્રોડ ટેરિફ એરિયામાં વિસ્તારિત આયાતજકાતમાં માત્ર એવા પ્રોડક્ટને લક્ષ્ય બનાવાશે જેની ભારતની આયાત ઓછી હોય.
આમાં ટેક્સ્ટાઇલ એપરલ્સ અને એસેસરીઝ, હોઝિયરી આઇટમ, અમુક પ્રકારના વેજિટેબલ આધારિત ટેક્સ્ટાઇલ ફાઇબર વગેરેનો સમાવેશ થાય છે. મોટા ભાગની આ આઇટમોના અસરકારક જકાતના દર બમણાં કરવામાં આવ્યા છે. અૉક્ટોબર 2017માં ટેક્સ્ટાઇલ કેટેગરીના વિસ્તૃત ઉત્પાદનો પર આયાતજકાત વધારાઈ હતી.
આ જ મહિનાથી તૈયાર વત્રોની નિકાસ એકધારી ઘટતી રહી છે. રેડીમેઇડ ગારમેન્ટસની નિકાસ મેમાં 16.62 ટકા ઘટી હતી અને જૂનમાં 12.34 ટકા ઘટી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer