સુરતના પારલુમ્સ ઉદ્યોગમાં કામકાજ કરનારા ઓરિસાના કારીગરોની હિજરત ચિંતાજનક

સુરતના પારલુમ્સ ઉદ્યોગમાં કામકાજ કરનારા ઓરિસાના કારીગરોની હિજરત ચિંતાજનક

ઉત્પાદકો ઓરિસાના મુખ્ય પ્રધાનને વડા પ્રધાનની મધ્યસ્થીથી વિનંતી કરી હિજરત રોકવા જણાવશે
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 17 જુલાઈ
જીએસટી પછી કાપડ ઉદ્યોગની સાથે પાવરલૂમ્સની સ્થિતિ પણ કથળી છે. હજારો પાવરલૂમ્સ ભંગારમાં ગયા છે. અનેક રજૂઆતો પછી પણ સરકારે કોઇ પગલાં લીધાં નથી. એવામાં શહેરમાં કામકાજ કરતા ઓરિસાના કારીગરોની હિજરત થવા લાગતા સુરતનાં વિવર્સ સંગઠનો ઓરિસાનાં મુખ્ય પ્રધાનને આ મામલે રજૂઆત કરીને વડા પ્રધાન મોદીને હસ્તક્ષેપ કરવા વિનંતી કરવા રજૂઆત કરનાર છે.
ફેડરેશન અૉફ અૉલ ગુજરાત વિવર્સ ઍસોસિયેશનનાં નેજાહેઠળ તમામ વિવર્સ ઍસોસિયેશને આ મામલે વડા પ્રધાનનાં હસ્તક્ષેપની માગણી કરતો એક પત્ર ઓરિસાનાં મુખ્ય પ્રધાનને લખવાનું નક્કી કર્યુ છે. 
પાંડેસરા વિવિંગ ઍસોસિયેશનનાં આશિષ ગુજરાતી જણાવે છે કે, એકલાં પાવરલુમ્સ ઉદ્યોગમાં જ 40 હજારથી વધુ ઓરિસાવાસી કારીગરી બેકાર બન્યા છે. આ કારીગરોએ વતન હિજરત કરી છે. આ સિલસિલો યથાવત રહે તો ઉદ્યોગને ટકાવવો મુશ્કેલ રહેશે. 
સાત લાખથી વધુ કારીગરો પાવરલુમ્સમાં કામ કરી છે તેમાંથી પાંચ લાખ જેટલાં કારીગરો ઓરિસાનાં છે. આ પૈકીનાં 40 હજાર જેટલાં કારીગરો વતન હિજરત કરી ચૂક્યા છે. આ સિવાય ત્રણ લાખ જેટલી મહિલાઓ ઉદ્યોગમાં સ્ટોન-ટિક્કિ ટાંકવાનું જોબવર્ક કામ કરે છે. તેમાંથી 50 ટકા મહિલા કારીગર ઓરિસા નિવાસી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer