ટેકાના ``છેતરામણા'''' ભાવના વિરોધમાં શુક્રવારે ખેડૂતોની કૂચ

ટેકાના ``છેતરામણા'''' ભાવના વિરોધમાં શુક્રવારે ખેડૂતોની કૂચ

નવી દિલ્હી, તા. 17 જુલાઈ
મોદી સરકારે 14 ખરીદ પાક માટે જાહેર કરેલા ટેકાના ભાવને ખેડૂતો સાથેની છેતરપિંડી ગણાવીને ખેડૂત સંગઠનોએ તેના વિરોધમાં શુક્રવારે દિલ્હીમાં કૂચ કાઢવાનો નિર્ણય કર્યો છે. એકસો એંશી જેટલાં ખેડૂત સંગઠનોનાં મહામંડળ અૉલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઓર્ડિનેશન કમિટીએ કહ્યું હતું કે ડાંગરના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ કરાયેલો રૂા. 200નો વધારો ખેડૂતો સાથેની દગાબાજી સમાન છે. `ટેકાના ભાવના આંકડાઓને સ્વામીનાથન પંચના અહેવાલના અમલરૂપ ગણાવાય છે તે એક મોટી છેતરપિંડી છે,' એમ સમિતિએ એક નિવેદનમાં કહ્યું હતું.
સમિતિના કન્વીનર વી એમ સિંઘે કહ્યું હતું કે ખરીફ પાક માટેના ટેકાના ભાવ એટુ+એફએલ (એક્ચ્યુઅલ એક્સપેન્સિવ વત્તા ફેમિલી લેબર- ખેડૂતને થયેલો રોકડ ખર્ચ અને તેની તથા તેના કુટુંબની મજૂરીનું મૂલ્યો પર આધારિત છે, જે મનમોહન સિંઘ સરકારે રબી પાક માટે આપી હતી. અમે માગેલી અને વડા પ્રધાન મોદીએ જેનું વચન આપ્યું હતું તે સીટુ કોસ્ટક 50 ટકા (ખેતીમાં વપરાતાં યંત્રો અને સાધનોનું મૂડી ખર્ચ અને ખેતીની જમીનનું ગણોત વત્તા 50 ટકા) કરતાં તદ્દન અલગ છે.
સ્વરાજ ઇન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે તેમનું સંગઠન આવતા ચાર મહિનામાં દેશભરમાં ચારસો જેટલી સભાઓ ભરશે અને મોદી સરકારની `છેતરપિંડી'ને ખુલ્લી પાડશે.
ખરીદ પાક માટે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ નીચે મુજબ છે:
દ સામાન્ય જાતની ડાંગરનો ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 200 વધારીને રૂા. 1750 અને `એ' ગ્રેડની ડાંગરનો ભાવ રૂા. 160 વધારીને ક્વિન્ટલ દીઠ રૂા. 1750 કરાયો છે. ગયે વર્ષે સામાન્ય ડાંગર માટે ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 1550 અને `એ' ગ્રેડ માટે રૂા. 1590 હતો.
દ મધ્યમતારી કપાસનો ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 4020થી વધારીને રૂા. 5150 અને લાંબા તારવાળા રૂનો ટેકાનો ભાવ રૂા. 4320થી વધારીને રૂા. 5450 કરાયો છે.
દ કઠોળમાં તુવેરનો ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 5450થી વધારીને રૂા. 5675, મગનો રૂા. 5575થી વધારીને રૂા. 6975 અને અડદનો રૂા. 5400થી વધારીને રૂા. 5600 કરાયો છે.
દ ડાંગરના ટેકાના ભાવમાં કરાયેલા વધારાને પગલે કેન્દ્ર સરકારના અન્ન સબસિડી ખર્ચમાં રૂા. 11,000 કરોડ જેટલો વધારો થવાનો અંદાજ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer