ફોર્ટિફાઈડ ટોન્ડ દૂધ ઉપર જીએસટી નહીં

કચૂકાના પાઉડર ઉપર પાંચ ટકા વેરો
 
નવી દિલ્હી, તા.14 અૉગ.
બંધ કન્ટેનરમાં ન હોય એવા ફોર્ટિફાઈડ ટોન્ડ દૂધ અને પીવાનાં પાણી ઉપર ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) લાગુ પડશે નહીં, પરંતુ કચૂકાના પાઉડર ઉપર પાંચ ટકા જીએસટી લાગુ પડશે. 
11 એવી ચીજો હતી, જેમાં જીએસટી દર બાબતે શંકા હોવાથી નાણાં મંત્રાલયે સ્પષ્ટતા આપી હતી. આ યાદીમાં ખાંડ (શેરડી અને બિટમાંથી પ્રોસેસ કરીને બનતી), પ્લાઝમા પ્રોડકટ્સ, નોન-વુવન ફ્રેબિક્સના વાઈપ્સ તેમજ સિન્થેટિક ફાઈબરના ઓઢવાના સાથેની રજાઈનો સમાવેશ છે. અન્ય બે પરિપત્રમાં મંત્રાલયે ખાતર અને ઓઈલ રિફાઈનરી ઉપરના જીએસટીની સ્પષ્ટતા આપી હતી. 
નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ ત્રણ પરિપત્રથી દાવામાં ઘટાડા થવાની સાથે `મેઇક ઈન ઈન્ડિયા'ને ગતિ મળશે. અર્નેસ્ટ એન્ડ યંગના ટૅક્સ પાર્ટનર અભિષેક જૈને કહ્યું કે, જીએસટીના દર વિશે સરકારે સ્પષ્ટતા કરવાથી અૉટો, ખાતર, ઓઈલ રિફાઈનરી વગેરે ઉદ્યોગમાં અનિશ્ચિતતા દૂર થઈ છે કેમ કે અત્યારસુધી એક જ ઉદ્યોગના ખેલાડીઓ અલગ-અલગ દર લાદતા હતા. જોકે, કેટલાક કિસ્સાઓમાં બજારની સ્પર્ધાત્મકતા ઉપર અસર જોવા મળશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer