કૉર્પોરેટ્સ લોનની માગ ધીમી પણ મક્કમ ગતિમાં વધી રહી છે


મુંબઈ, તા. 14 અૉગ.
કોર્પોરેટ લોનની માગ ધીમી અને મક્કમ ગતિએ વધી રહી છે. જૂન મહિનામાં કોર્પોરેટ ક્ષેત્રને બૅન્કો દ્વારા થયેલી લોન ફાળવણી 2.5 ટકા વધી હતી, જ્યારે ગયા વર્ષના જૂનમાં તેમાં ઘટાડો હતો, એવું રિઝર્વ બેન્કના આંકડા દર્શાવે છે. આ ગાળા દરમિયાન વ્યાજદર વધવાને કારણે હોમ લોન અને અનસિક્યોર્ડ પર્સનલ લોનની ફાળવણીમાં ઘટાડો થયો હતો. 
જૂનના અંતે મોટા કોર્પોરેટ્સને આપવામાં આવેલી કુલ લોન રૂા. 21.75 લાખ કરોડની હતી, જે ગયા વર્ષના સમાન ગાળા કરતાં એક ટકો વધારે છે. બેન્કોએ જૂન 2017થી જૂન2018ના ગાળા દરમ્યાન મોટા કોર્પોરેટ્સને આપેલી નવી લોનમાં 2.5 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. આની સરખામણીએ ગયા વર્ષના સમાન ગાળામાં તેમાં ઘટાડો હતો. 
એનબીએફસી દ્વારા આપવામાં આવેલી નવી લોનનો હિસ્સો 16 ટકા વધ્યો હતો. ગયા વર્ષે તેમાં ઘટાડો થયો હતો. જોકે, એનબીએફસીનો લોન પોર્ટફોલિયો જૂન 2018માં રૂા. 4.6 લાખ કરોડ જેટલો હતો. બાંધકામ કંપનીઓની કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે લોનની માગ વધી હતી. યુનિયન બૅન્ક ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાજ કિરણ રાયે કહ્યું કે, ``મોટા કોર્પોરેટ્સની ખાસ કરીને બાંધકામ કંપનીઓની લોનની માગ વધી રહી છે. મોટા ભાગની માગ કાર્યકારી મૂડી માટે હોય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer