ક્રેડિટ કાર્ડથી જ્વેલરીની ખરીદીમાં ટૅક્સની છૂટ આપવા માગ

ક્રેડિટ કાર્ડથી જ્વેલરીની ખરીદીમાં ટૅક્સની છૂટ આપવા માગ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 14 અૉગ.
મુંબઈમાં જેમ ઍન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલનો આઈઆઈજેએસ શો યોજાયો હતો, જેમાં રાજ્યમાંથી અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડાથી જ્વેલર્સ પહોંચ્યા હતા. જ્વેલર્સ ઍસોસિયેશને કૉમર્સ મંત્રાલય સમક્ષ જ્વેલરી ક્ષેત્રમાં હૉલમાર્કિંગ સ્ટાન્ડર્ડને સુધારા સાથે અપગ્રેડ કરવા અને આઈટીસી ક્રેડિટની માગ શો દરમિયાન કરી હતી. ઉદ્યોગકારોએ ક્રેડિટ કાર્ડથી થતી ઝવેરાતની ખરીદી ઉપર ટૅક્સ છૂટ આપવા પણ કહ્યંy હતું.
જ્વેલરીઉદ્યોગને આઈટીસી ક્રેડિટ મળવી જોઈએ. તેમ જ હૉલમાર્કિંગનું સ્ટાન્ડર્ડમાં સુધારા સાથે અપગ્રેડ કરવાની માગ જેમ ઍન્ડ જ્વેલરી ફેડરેશનનાં પ્રતિનિધિઓએ વાણિજ્ય મંત્રાલયનાં અધિકારીઓને કરી હતી.  ગ્રાહકો જ્વેલરીની ખરીદી ક્રેડિટ કાર્ડથી કરે છે ત્યારે તેનાં પર ટૅક્સ વસુલવામાં આવે છે. આ ટૅક્સ દૂર કરવાની માગ જીજેએફ દ્વારા કરવામાં આવી હતી.
જીજેએફનાં સભ્ય નૈનષ પચ્ચીગરે જણાવ્યું હતું કે, બીજા ક્ષેત્રની માફક જ્વેલરી ક્ષેત્રને પણ ઈન્વર્ટેડ કરવેરાની સિસ્ટમનાં કારણે વણવપરાયેલી કરોડો રૂપિયાની ક્રેડિટ પડી રહે છે. આ આઈટીસી ક્રેડિટને વાપરવા તેમ જ આગળ  વધારવા  ઉદ્યોગની માગ છે. એસબીઆઈ દ્વારા હજુ તાજેતરમાં જ થોડી છૂટછાટો સાથે લોન આપવાનું શરૂ કરાયું છે. આ સિવાય બીજી બૅન્કો પાસેથી નાના ધંધાર્થીઓને લોન મેળવવામાં ફાંફા પડી જાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer