સ્ટીલની માગ વધુ હોવાથી તૈયાર પ્રોડકટ્સના ભાવ ઊંચા રહેશે : મૂડી''સ

નવી દિલ્હી, તા.14 સપ્ટે.
સ્ટીલ ક્ષેત્રે ભારતમાં છેલ્લાં એક-દોઢ વર્ષથી તેજી હોવાનું મૂડી'સ ઈન્વેસ્ટર્સ સર્વિસીસનું માનવું છે. મૂડી'સે કહ્યું છે કે, ભારતમાં સ્ટીલનો વપરાશ વાર્ષિક 5.5થી 6 ટકાના દરે વધી રહ્યો છે. જીડીપી વૃદ્ધિ 7.3 ટકાથી 7.5 ટકાને અનુસરી રહી છે. 
રેટેડ ભારતીય સ્ટીલ ઉત્પાદકોનું અમેરિકામાં થોડુંક એક્સપોઝર છે. અમારું માનવું છે કે પરોક્ષ એક્સપોઝર પણ મર્યાદિત હશે, કારણ કે મોટા ભાગનું વેચાણ સ્થાનિક ઓટોમોટિવ અને મેન્યુફેકચરિંગ કંપનીઓને થાય છે. સ્ટીલની નવી ક્ષમતાઓ વર્ષ 2021 સુધીમાં કાર્યરત થવાની ધારણા છે. સ્ટીલની માગ બાંધકામ, ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઓટો ક્ષેત્રમાં નોંધપાત્ર રહેશે. તેથી સ્ટીલની તૈયાર પ્રોડકટ્સનો ભાવ ઊંચો રહેશે. આ સિવાય મુખ્ય આંતરિક ખર્ચમાં વધારો, કોલસા અને લોખંડના સળિયાના ભાવ વધવાથી નફાકારકતા ઉપર દબાણ રહેશે. દરમિયાન ઉદ્યોગની ક્ષમતા વપરાશના સ્તરે સુધારો થશે અને નફાકારકતા ઉપર દબાણ ઘટશે, એમ પણ મૂડી'સે કહ્યું છે.
ભૂષણ સ્ટીલની ખરીદી પછી તાતા સ્ટીલનું શિપમેન્ટ એક તૃતિયાંશ વધ્યું છે. અમારી ધારણા છે કે આગામી એક વર્ષમાં તાતા સ્ટીલનો ભારતના કામકાજમાં પ્રતિ ટન ઈબિટામાં એક આંકડાનો વધારો થશે. વધુમાં તાતા સ્ટીલે લોખંડના સળિયા અને કુકિંગ કોલસામાં બેકવર્ડ ઈન્ટિગ્રેશન (સંકલનમાં પીછેહટ)ના લીઘે આંતરિક ખર્ચમાં વધારો થશે. 
જેએસડબ્લ્યુ સ્ટીલના સ્પેશિયાલિટી અને ઊંચા મૂલ્ય ધરાવતા પ્રોડકટ્સમાં વધારો અને ખર્ચમાં ઘટાડાને લીધે ઈબિટા પ્રતિ ટન એક આંક વધશે, એમ પણ મૂડી'સે કહ્યું છે. તેમ જ એશિયાના સ્ટીલ ઉદ્યોગનું આઉટલુક `સ્ટેબલ' છે. જેનું મુખ્ય કારણ આગામી 12 મહિનામાં રેટેડ પ્રોડકટ્સના નફાકારકતામાં વધારો અને એકંદર પ્રાદેશિક માગની સ્થિર માગમાં ઘટાડો છે.
જૂન 2019 સુધી એશિયામાં સ્ટીલની માગ સ્થિર રહેશે કારણ કે 2018માં મજબૂત વૃદ્ધિ 2019માં ઓફસેટ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer