ગુજરાતમાં ચોમાસું વિદાય ભણી

અમારા પ્રતિનિધિ તરફથી
ગાંધીનગર, તા.14 સપ્ટે.
રાજ્યમાં ચોમાસું હવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. વરસાદ પણ ધીમી ધારે ક્યાંક જ વરસે છે. રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 73.87 ટકા જેટલો નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં 94.79 ટકા અને સૈથી ઓછો વરસાદ કચ્છ વિસ્તારમાં 26.51 ટકા જેટલો નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં 42.93 ટકા સૌરાષ્ટ્રમાં 72.20 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 66.83 ટકા સરેરાશ નોંધાયો છે.
રાજ્યનાં સ્ટેટ ઇમરનજન્સી અૉપરેશન સેન્ટર દ્વારા મળતા અહેવાલો મુજબ આજે 14-9-2018 સુધીમાં રાજ્યનાં આણંદ, ગીર સોમનાથ, ભરૂચ, નવસારી અને વલસાડ મળી કુલ પાંચ જિલ્લાઓમાં 100 ટકાથી વધુ સરેરાશ વરસાદ થયો છે સૌથી વધુ ગીર-સોમનાથ જિલ્લામાં 139.85 ટકા અને સૌથી ઓછો વરસાદ કચ્છ જિલ્લામાં 26.51 ટકા નોંધાયો છે ઉપરાંત આણંદ જિલ્લામાં 101.80 ટકા, ભરૂચમાં 101.84 ટકા નવસારીમાં 109.78 ટકા અને વલસાડમાં 101.80 ટકા સરેરાશ વરસાદ થયો છે.
આ ઉપરાંત રાજ્યનાં 34 તાલુકાઓ છે જ્યાં100 ટકાથી વધુ સરેરાશ વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ કોડિનાર તાલુકામાં 164.37 ટકા અને સૌથી ઓછો લખપત તાલુકામાં 3.44 ટકા વરસાદ થયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer