ટોચના અધિકારીઓના વળતર માટે સરકારી મંજૂરીની જરૂર નથી

નવી દિલ્હી, તા. 14 સપ્ટે.
કોર્પોરેટ્સે મુખ્ય એક્ઝિક્યૂટિવ્સને ચોક્કસ મર્યાદા ઉપરાંતના મૅનેજરિયલ રેમ્યુનરેશન ચૂકવવા માટે શૅરધારકોની મંજૂરી મળી હોય તો સરકારની મંજૂરીની આવશ્યકતા નહીં રહે. સરકારે કંપનીઝ એક્ટ 2013માં મૅનેજરિયલ રેમ્યુનરેશનની જોગવાઈને હળવી કરવા કાયદામાં ફેરફાર કરવા આ નિયમને નોટિફાઈ કર્યો છે. મંત્રાલયે કહ્યું કે, ``નાના શૅરધારકોના સશક્તિકરણ માટે સરકારે એક્ઝિક્યૂટિવ અને નો-એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર્સને વેતન મર્યાદાથી વધારે રકમ ચૂકવવા માટે શૅરધારકોની મંજૂરી સ્પેશિયલ રેસોલ્યુશન દ્વારા મેળવવાની જોગવાઈને નોટિફાઈ કરી છે.'' આ નિયમ જાહેર ક્ષેત્રની કંપનીને લાગુ થશે. જે કંપનીઓ બૅન્ક, ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટયૂશન્સ અથવા અન્ય કોઈ સિક્યોર્ડ ક્રેડિટર્સનું દેવું ચૂકવવામાં નિષ્ફળ ગઈ હોય તેણે રેમ્યુનરેશન વધારવા માટે શૅરધારકોની મંજૂરી લેતા પહેલાં ક્રેડિટર્સની પરવાનગી લેવી પડશે. 
ખોટ કરતી અથવા અપૂરતો નફો કરતી કંપનીઓ કાયદામાં સૂચિત મર્યાદા પ્રમાણે રેમ્યુનરેશન ચૂકવી શકશે, આ માટે સરકારની મંજૂરીની આવશ્યકતા નહીં રહે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer